first time after the smashing opening of Pathaan Mannat gave Shahrukh Khan a flying kiss
ચાહકોનો આભાર /
Pathaan'ની ધમાકેદાર ઓપનિંગ બાદ પહેલીવાર મન્નતથી શાહરુખ ખાને આપી ફ્લાઇંગ કિસ, ફિલ્મના કલેક્શનનો આંકડો બૉલીવુડમાં ઐતિહાસિક
Team VTV11:25 PM, 29 Jan 23
| Updated: 12:25 AM, 30 Jan 23
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. ત્યારે શાહરૂખ ખાને ચાહકોને ફ્લાઈંગ કિસ આપી હતી.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની જોરદાર કમાણી
શાહરૂખ ખાને પોતાના ઘર મન્નતની બાલ્કનીમાં આવીને ચાહકોને વ્હાલ વરસાવ્યો
શાહરૂખ ખાને ચાહકોને ફ્લાઈંગ કિસ આપી
શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. શાહરૂખની 'પઠાણ'એ દુનિયાભરમાં 400 કરોડથી વધુની કમાણી કરી છે. તેની ખુશીમાં શાહરૂખ ખાને રવિવારે પોતાના ઘર મન્નતની બાલ્કનીમાં આવીને ચાહકો વ્હાલ વરસાવ્યો હતો. તેણે ફિલ્મની સફળતા માટે ચાહકોનો આભાર માન્યો છે. પઠાણ ફિલ્મ રીલિઝ થયા બાદ શાહરૂખ ખાને પહેલીવાર જાહેરમાં હાજરી આપી ચાહકોને ફ્લાઈંગ કિસ પણ આપી હતી.
શાહરૂખ ખાનની 'પઠાણ'એ ચાર દિવસમાં વિશ્વભરમાંથી 429 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજી તરફ ભારતની કમાણીની વાત કરીએ તો 'પઠાણ' રિલીઝના ચોથા દિવસ સુધી 200 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. આ ફિલ્મે બુધવારે 55 કરોડ, ગુરુવારે 68 કરોડ, શુક્રવારે 38 કરોડ અને શનિવારે 51.50 કરોડની કમાણી કરી છે. આ રીતે, ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં 212.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.'પઠાણ'માં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા જેવા સ્ટાર્સે કામ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતો જોવા મળ્યો હતો. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું હોવાનું જાણવા મળે છે.
શાહરૂખ ખાન 'જવાન'નું શૂટિંગ શરૂ કરશે
શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર પણ મળી રહ્યા છે. 'પઠાણ' પછી શાહરૂખ ખાન 'જવાન'નું શૂટિંગ શરૂ કરશે. 1 ફેબ્રુઆરીથી શાહરૂખ ખાન 'જવાન' માટે શૂટિંગ કરી શકે છે. શૂટનું આ શેડ્યૂલ 6 દિવસનું હશે, જેમાં સાન્યા મલ્હોત્રા પણ જોડાશે. આ સિવાય શાહરૂખ ખાન ફિલ્મમેકર રાજકુમાર હિરાનીની ફિલ્મ ડાંકીમાં જોવા મળશે.