બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:04 PM, 23 April 2022
ADVERTISEMENT
કોરોનાનો ખતરો હજુ સુધી ટળ્યો નથી. દુનિયાભરમાં કોરોનાની ચોથી લહેરે દસ્તક આપી છે અને હવે ભારતનમાં પણ તેને લઈને ચિંતા ખૂબ વધી ગઈ છે. હવે કોરોનાનો એક નવો XE વેરિએન્ટ સામે આવ્યો છે જેની ઝપેટમાં મોટા સહિત બાળકો પણ આવી રહ્યા છે.
ADVERTISEMENT
શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ?
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કોરાનાના નવા વેરિએન્ટની ઝપેટમાં આવનાર બાળકોમાં સૌથી વધારે એક લક્ષણ જોવા મળે છે જેને માતા-પિતાએ ઈગ્નોર કરવાની ભૂલ ન કરવી જોઈએ.
બાળકોમાં જોવા મળતા સૌથી કોમન લક્ષણ ડાયેરિયા અથવા પેટમાં દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત અન્ય લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ખાંસી, થાક, શ્વાસ લેવામાં મુશ્કેલી, નાક વહેરવું, ઠંડી લાગવી, માથામાં દુખાવો, ઉલ્ટી અને દસ્ત થવા, મસલ્સમાં દુખાવો પણ તેમાં શામેલ છે.
જોકે હેલ્થ એક્સપક્ટ્સનું એમ પણ કહેવું છે કે કોરોનાના આ નવા વેરિએન્ટથી માતા-પિતાને ઘભરાવવાની કોઈ જરૂર નથી. પરંતુ આ મામલામાં બેદરકારી તમને ભારે પડી શકે છે.
કઈ રીતે કરશો બચાવ?
એક્સપર્ટ્સ જણાવ્યું કે માતા-પિતા માટે એ સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે કે તેમનું બાળક હેલ્દી લાઈફસ્ટાઈલ બનાવે. સારી રીતે ભોજન કરે અને સુવે, સફાઈનું પાલન કરે અને જે બાળક વેક્સિનેશન યોગ્ય છે તેમને વેક્સીન જરૂર અપાવે.
એક્સપર્ટ્સનું એમ પણ કહેવું છે કે માતા-પિતા અને ટીચર્સને બાળકોને ન્યૂટ્રીશનથી ભરપૂર અને એક હેલ્દી લાઈફસ્ટાઈલ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ઘરની સાથે સાથે સ્કૂલ પરિસરમાં પણ સ્વચ્છતા અને હાથ ધોવાની આદતોને બાળકોની લાઈફસ્ટાઈલમાં શામેલ કરવા જોઈએ.
ડરવાની નથી જરૂર
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે બાળકના પેરેન્ટ્સને કોરાનાન આ નવા વેરિએન્ટ્સથી ગભરાવવાની જરૂર નથી. કારણ કે બાળકોમાં કોરોનાના લક્ષણ ખૂબ માઈલ્ડ છે અને સમય પર સારવારથી બાળક જલ્દી સાજુ થઈ પણ જાય છે. વેક્સીનેશન માટે યોગ્ય બાળકોને વેક્સીન અપાવવી જોઈએ.
કોરોના અને તેના વેરિએન્ટથી બચવા માટે ન્યૂટ્રિશન ટિપ્સ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.