બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી થશે શરૂ, નવા સાંસદો કરશે શપથ ગ્રહણ

Parliament Session 2024 / 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી થશે શરૂ, નવા સાંસદો કરશે શપથ ગ્રહણ

Last Updated: 08:25 AM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parliament Session 2024 Latest News : નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે થશે આ સાથે જ્યારે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે

Parliament Session 2024 : આપણાં દેશની અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી એટલે કે આજથી શરૂ થશે. 3 જુલાઈ સુધી ચાલનારા સત્રના પ્રથમ બે દિવસે નવા સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે. નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે થશે આ સાથે જ્યારે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પ્રોટેમ પ્રેસિડેન્ટની નિમણૂક ઉપરાંત વિપક્ષે NEET-UG પેપર લીક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને મોકૂફ રાખવાના મામલે સરકારને ઘેરવાની રણનીતિ પણ બનાવી છે, જેના કારણે પહેલા જ દિવસે હોબાળો થવાની સંભાવના છે.

આવો જાણીએ શું છે વિપક્ષની રણનીતિ ?

સત્રના પ્રથમ દિવસે વિપક્ષે સાત વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક સામે વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, વરિષ્ઠતાના આધારે તેના સાંસદ કે સુરેશ આ પદ માટે પ્રબળ દાવેદાર છે. જો કે, સરકારનું વલણ એ છે કે વર્તમાન લોકસભામાં હાર વિના સતત સૌથી લાંબી મુદત સુધી સાંસદ તરીકે સેવા આપવાના સંદર્ભમાં મહતાબ સૌથી વરિષ્ઠ છે. રાષ્ટ્રપતિ મુર્મુ સોમવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર તરીકે મહતાબને શપથ લેવડાવશે. આ પછી મહતાબ સંસદ ભવન પહોંચશે અને સવારે 11 વાગ્યાથી ગૃહની કાર્યવાહી શરૂ કરશે. મૃતક સભ્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટના મૌન સાથે કાર્યવાહી શરૂ થશે.

PM મોદી લેશે શપથ અને પછી ચેરમેન પેનલ

લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ પહેલા નવા ચૂંટાયેલા સાંસદોની યાદી રજૂ કરશે. પ્રોટેમ સ્પીકર મહતાબ ગૃહના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંસદ તરીકે શપથ લેવડાવશે. આ પછી સ્પીકર પેનલના શપથ લેવામાં આવશે. તેમાં સામેલ વરિષ્ઠ સાંસદો પ્રોટેમ સ્પીકરને 26 જૂન સુધી ગૃહ ચલાવવામાં મદદ કરશે.

વધુ વાંચો : ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચોમાસું, આગામી 3-4 દિવસમાં..... હવામાન વિભાગે કરી મોટી આગાહી

27મીએ રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

રાષ્ટ્રપતિ મુર્મુ 27મી જૂન ગુરુવારે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ દરમિયાન તે નવી સરકારની પંચવર્ષીય યોજનાઓ અને પ્રાથમિકતાઓ રજૂ કરશે. 28 જૂન અને 1 જુલાઈએ લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થશે. વડાપ્રધાન 2 જુલાઈએ લોકસભામાં અને 3 જુલાઈએ રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે. આ પછી બંને ગૃહો થોડા સમય માટે સ્થગિત કરવામાં આવશે. 22 જુલાઈથી સત્ર ફરી શરૂ થશે જેમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

18th Lok Sabha PM Modi Parliament Session 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ