બ્રેકિંગ ન્યુઝ
VTV / First look at the New Parliament building that will be inaugurated by Prime Minister Narendra Modi on May 28
Hiralal
Last Updated: 06:02 PM, 26 May 2023
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદી 28મી મે (રવિવાર) ના દિવસે દેશ સમક્ષ નવી સંસદ ખુલ્લી મૂકશે. નવી સંસદના ઉદ્ધાટનના બે દિવસે તેનો પહેલો લૂક સામે આવી ગયો છે જે સંમોહિત કરી મૂકનાર છે.
ઔરંગઝેબે વિદિશાના જે મંદિરને તોડી પાડ્યું તું તેના જેવી દેખાય છે નવી સંસદ
1682ની સાલમાં મોગલ શહેનશાહ ઔરંગઝેબે એમપીના વિદિશામાં એક હિંદુ મંદિર તોડી પાડ્યું હતું. નવી સંસદ પણ બરાબર તેના જેવી દેખાય છે. ઔરંગઝેબે તોડી પાડેલું મંદિર ચર્ચિકા દેવીનું હતું.
ADVERTISEMENT
વીડિયોમાં દેખાયો અંદરનો નજારો
વીડિયોમાં નવી સંસદની અંદરનો નજારો દ્રશ્યમાન થાય છે. ખૂબ જ સુંદર રીતે બિલ્ડિંગને બનાવાઈ છે.
21 પક્ષોએ કર્યો છે બહિષ્કાર
મહત્વનું છે કે, કોંગ્રેસ, TMC, AAP, JDU, RJD, DMK, NCP, સમાજવાદી પાર્ટી સહિત 21 પક્ષોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોએ સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરી છે.
પીએમ મોદી જ કરશે નવી સંસદનું ઉદ્ધાટન
રાષ્ટ્રપતિ દ્વારા સંસદના ઉદ્ઘાટનને લઈને વિવાદ ચાલુ છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે પીએમ મોદી દ્વારા નવી સંસદના ઉદ્ઘાટનને લઈને અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલને કહ્યું કે, 'આવી અરજી દાખલ કરવા બદલ અમે તમારા પર દંડ કેમ ન લગાવીએ.' સુનાવણી દરમિયાન, અરજદાર વતી દલીલ કરતી વખતે, કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે બંધારણીય વડાનું પદ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે આ મામલે દખલ કરવા માંગતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.