હવે LADAKH નાં રહેવાસીઓ પણ સાંભળી શકશે TOP FM! અહીં સમભાવ ગ્રુપ દ્વારા પહેલું પ્રાઇવેટ રેડિયો સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું છે.
અમદાવાદના જાણીતા સમભાવ ગ્રુપના TOP FM દ્વારા લદાખમાં રેડિયો સ્ટેશન લૉન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં પોતાના રેડિયો સ્ટેશન ધરાવતા ટોપ એફ એમનું આ 13મું સ્ટેશન છે.
Advisor Ladakh,Umang Narula launched #firsteverTopFMRadio in Leh.The frequency for Leh & Kargil will be 91.1 & will cover 50 km aerial distance in radius.Congratulating team of Sambhav Media Group,he added that it's a wonderful step & a new source of entertainment & information. pic.twitter.com/7tAafWnJYD
મહત્વનું છે કે આ સાથે જ લદાખમાં સમભાવ ગૃપનું લૉન્ચ થયેલું TOP FM અહીંનું પહેલું ખાનગી રેડિયો સ્ટેશન બન્યું છે. લેહ અને કારગિલની 50 કિ.મી.ની ત્રિજ્યામાં TOP FM - 91.1 ફ્રિકવન્સી ઉપર સાંભળી શકાશે. આ પ્રસંગે લદાખના એડવાઇઝર ઉમંગ નરુલા ખાસ હાજરી આપી રેડિયો સ્ટેશનનું લૉન્ચિંગ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે આ લૉન્ચિંગ સાથે હવે કેન્દ્રસાશિત પ્રદેશ લદાખમાં TOP FMના બે રેડિયો સ્ટેશન થઈ ગયા છે. ઉમંગ નરુલાએ કહ્યું હતું કે TOP FMના આ પ્રયાસથી લદાખના લોકોને માહિતી અને મનોરંજનનો ખજાનો મળશે.
ગત સપ્ટેમ્બર મહિનામાં 12મું સ્ટેશન લૉન્ચ કરાયું હતું
સમભાવ ગૃપ દ્વારા ગત સપ્ટેમ્બર મહિનામાં TOP Fmનું 12મું સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ 12મું TOP FM રેડીયો સ્ટેશન કારગીલમાં લોન્ચ કરવામાં આવ્યું હતુ.. હવે કશ્મીરના લોકો પણ ટોપ એફએમના 91.1 સ્ટેશન પર મનોરંજન માણી શકશે. મહત્વનું છે કે બોડકદેવ ખાતે આવેલા સમભાવ ગૃપની ઓફિસમાં કારગીલનું ટોપ એફએમનું સ્ટેશન લોન્ચ કરાયું હતું.
તાજેતરમાં જ લોન્ચ કર્યું નવું જિંગલ
સમભાવ ગ્રુપના TOP FMએ સફળતાના 3 વર્ષ તાજેતરમાં સર કર્યા છે. 4-8-21ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન TOP FMનું નવું જિંગલ પણ લોંચ કરવામાં આવ્યું.. આ પ્રસંગે TOP FMના સ્ટૂડિયોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. TOP FM દેશભરમાં 13 સ્ટેશન ધરાવે છે. જેમાંથી 8 સ્ટેશન ગુજરાતમાં આવેલા છે.
ગત નવરાત્રિ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં થયું હતું લોન્ચ
આજે સમભાવ ગૃપનું જાણીતુ રેડીયો ટોપ FM જમ્મુ કશ્મીરમાં લોંચ થયુ. નવરાત્રીના પ્રથમ દિવસે જમ્મુ કશ્મીરમાં ટોપ FMની શરૂઆત કરવામાં આવી. TOP FM રેડિયો સ્ટેશન પૂંછ, કઠુઆ અને ભદેરવા એમ 3 TOP FM રેડિયો સ્ટેશનની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શરૂઆત કરવામાં આવી. RJ તન્નુ અને RJ રૂહી સાથે જમ્મુ કશ્મીરવાસીઓ રેડીયો સાંભળી શકશે. મહત્વની બાબત છે કે જમ્મુ કશ્મીરમાં રેડિયો સ્ટેશનની બાબતમાં સમભવ ગ્રુપનું TOP FM પ્રથમ ખાનગી રેડિયો સ્ટેશન બન્યુ છે. અત્યાર સુધી જમ્મુ કશ્મીરમાં માત્ર એક સરકારી રેડિયોનું પ્રસારણ થતું હતું.
સમભાવ ગ્રુપ મીડિયાના દરેક ક્ષેત્રમાં વગાડી રહ્યું છે ડંકો
સમભાવ જૂથ વરસોથી અલગ અલગ માધ્યમોમાં સક્રિય છે. અખબારની દુનિયામાં વિશ્વસનીયતા પ્રાપ્ત કર્યા બાદ આજથી દાયકા પહેલા ઈલેક્ટ્રોનિક માધ્યમમાં પદાર્પર્ણ કયું. VTV શરુ કરવા સાથે જનતાને સ્પર્શતા પારખતાં મુદ્દાઓને આગવી રીતે સ્પર્શી લોક હૃદયમાં એક અનોખું સ્થાન બનાવ્યું. રાજનીતિથી માંડીને સમાજકારણ અને અધ્યાત્મથી માંડીને સામાજિક મુદ્દાઓને અગ્રતા આપી. ઈલેક્ટ્રોનિક માધ્યમ બાદ, રેડિયો માધ્યમમાં પણ સમભાવ ગ્રુપે પગરણ માંડ્યા. અખબાર અને ટીવીની જ્વલંત સફળતા બાદ, જુદા-જુદા રેડિયો સ્ટેશન શરુ કર્યા.
ડિજિટલ મીડિયામાં પણ સમભાવ ગ્રુપની પકડ
ત્યાર બાદ સમભાગ ગ્રુપે ડિજિટલ મીડિયામાં પણ પોતાના પગ જમાવીને VTVGujarati.com ને પણ મજબૂત રીતે નવા રૂપરંગ સાથે લૉન્ચ કરી યુવાપેઢીને ન્યૂઝ ઉપરાંત નવા અને ફ્રેશ કન્ટેન્ટ પૂરું પાડવાનું કામ કરી રહ્યું છે. સોશ્યલ મીડિયા અને વેબસાઈટ પર વિવિધતાસભર વીડિયો અને સ્ટોરી દ્વારા ગુજરાતમાં ડિજિટલ મીડિયામાં સતત એક વર્ષથી અગ્રેસર રહ્યું છે.