બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારા કામનું / UPI ફ્રોડ ગઠિયાઓની પહેલી પસંદ, આ 5 રીતે ઠગાઇ જશોને ખબર પણ નહીં પડે, રહેજો એલર્ટ

સાયબર ક્રાઇમ / UPI ફ્રોડ ગઠિયાઓની પહેલી પસંદ, આ 5 રીતે ઠગાઇ જશોને ખબર પણ નહીં પડે, રહેજો એલર્ટ

Last Updated: 05:09 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમાનો જેમ ડિજિટલ થયો છે તેમ ચોરોએ પણ ખુદને સ્માર્ટ બનાવી દીધા છે. સાયબર અપરાધીઓએ UPIથી છેતરપિંડીની વિવિધ તરકીબો શોધી કાઢી છે. લોકો તેમની જાળમાં મોટી સંખ્યામાં ફસાઈ પણ રહ્યા છે. રાજધાની દિલ્લીમાં જ 6 મહિનામાં UPI મારફતે 26 હજાર જેટલા ફ્રોડ નોંધાયા છે.

દેશની રાજધાની દિલ્લીમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધુ છે. જેમાં ફ્રોડ દ્વારા સૌથી વધુ સ્કેમ UPI સંબધિત કરવામાં આવ્યા છે. આ વર્ષના જાન્યુઆરીથી જૂન સુધી 25924 UPI ફ્રોડ કરવામાં આવ્યા છે. જેમાં ઠગો દ્વારા વિવિધ તરકીબ શોધી કાઢવામાં આવી છે. અહીંયા આપણે જાણીશું કે, સાયબર ક્રિમીનલ કેવી રીતે UPIનું ફ્રોડ કરે છે.

  • નકલી સ્ક્રીનશોટ

સાયબર અપરાધીઓ છેતરપિંડી કરવા માટે નકલી સ્ક્રીનશોટ બનાવે છે. જેમાં તેઓ એવું બતાવે છે કે તેઓએ તમને પૈસા મોકલી દીધા છે. પછી તમને છેતરીને પૈસા પાછા માંગે છે.

Hackers (2)
  • મિત્રતાના નામે છેતરપિંડી

અમુક સાયબર ફ્રોડ મિત્ર અથવા સંબંધીઓ બનીને છેતરપિંડી કરે છે. આ ઠગો દ્વારા કહેવાય છે તેમને કોઈ ઇમરજન્સીના લીધે પૈસાની જરૂર પડી છે, એમ કહીને તમારી પાસે પૈસા માંગે છે.

  • નકલી UPI QR કોડ

ફ્રોડ દ્વારા બનાવેલી નકલી કોડ સ્કેન કરવાથી તમને એવી ખતરનાક જગ્યા પર લઈ જાય છે, જ્યાંથી તમારા UPI એકાઉન્ટનો તમામ ડેટા ચોરાઈ શકે છે.

  • ખતરનાક એપ્લિકેશન

આવી એપ્સ તમારા ફોનની સ્ક્રીન પર નજર રાખે છે. આ એપ્સ મારફતે તમારો UPI PIN અને OTP જેવા મહત્વનો ડેટા ચોરી થઈ શકે છે.

  • પૈસા પડાવવાની જાળ

અમુક લોકો તમારી UPI એપ પર ફરજી  રિકવેસ્ટ મોકલે છે. અને તેમના દ્વારા કહેવામાં આવે છે કે તેમને તમારી મદદની જરૂર છે, આ સિવાય તેઓ કોઈ બેંક મારફતે મેસેજ મોકલે છે.

PROMOTIONAL 1

આથી સાયબર પોલીસે આવા ક્રાઈમથી સાવધાન રહેવા જણાવ્યું છે. યુપીઆઈને લગતી ઘણી બધી છેતરપિંડી થઈ રહી હોવાથી તમારે ઉપર મુજબની બાબતો  ધ્યાનમાં રાખવી જોઈએ. નકલી સ્ક્રીનશૉટ્સ પર વિશ્વાસ ન કરવો. કોઈની પાસેથી વેરિફિકેશન વગર પૈસા ન મોકલવા. સાચો QR કોડ્સ જ સ્કૅન કરવો. તમારો UPI PIN, OTP અથવા અન્ય માહિતી કોઈની સાથે શેર કરવી નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud Cyber Crime Cyber Security
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ