બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / first cases of new omicron sub variants detected in maharashtra

BIG NEWS / મહારાષ્ટ્રમાંથી આવ્યા માઠા સમાચાર: કોરોનાના નવા સબ વેરિએન્ટની થઈ એન્ટ્રી, 7 જણા આવ્યા પોઝિટિવ

Pravin

Last Updated: 10:55 AM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના નવા સબ વેરિએન્ટનો પ્રથમ કેસ આવ્યો છે.

  • મહારાષ્ટ્રમાંથી માઠા સમાચાર આવ્યા 
  • કોરોનાના નવા વેરિએન્ટના કેસો મળી આવ્યા
  • સાત જણા કોરોના પોઝિટિવ આવ્યા

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના નવા સબ વેરિએન્ટનો પ્રથમ કેસ આવ્યો છે. આ સબ વેરિએન્ટ બીએ.4 સબ લાઈનેઝ  (B.A.4 sub-lineage) છે, મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે, સાત લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. તેમાંથી ચાર દર્દી બીએ 4 સબ લાઈનેઝથી સંક્રમિત મળ્યા છે. તો વળી ત્રણને ઓમિક્રોનના બીએ 5 વેરિએન્ટનું સંક્રમણ લાગ્યું છે. 

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અનુસાર ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટથી ડરવાની જરૂર નથી. એપ્રિલમાં આ સબ વેરિએન્ટ આફ્રિકા સાહિત દુનિયાના કેટલાય દેશોમાં જોવા મળ્યો હતો. ગત અઠવાડીયે તમિલનાડૂ અને તેલંગણામાં પણ કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસરા, નવા સબ વેરિએન્ટનીના જીનોમ સિક્વેસિંહ ઈંસ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા કરવામા આવ્યું. તેના પરિણામની પુષ્ટિ ફરીદાબાદના ઈંડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટરે કરી છે. આ તમામ સાતેય દર્દી પુણેના રહેવાસી છે. 

6 દર્દીઓએ કોરોનાની રસી લીધી હતી

B.O.4 વેરિયન્ટ ધરાવતા ચાર દર્દીઓ અને B.O સાથે ત્રણ દર્દીઓ. 5 પ્રકારોથી સંક્રમિત. જેમાંથી ચાર પુરુષો અને ત્રણ મહિલાઓ છે. ચાર દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. બે દર્દીઓ 20-40 વર્ષના છે અને એક દર્દી સાત વર્ષનો બાળક છે. તમામ છ વયસ્કોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. એક દર્દીએ બુસ્ટર ડોઝ પણ લીધો છે. બાળકને કોરોના સામે રસી આપવામાં આવી ન હતી. દરેકમાં કોરોનાના હળવા લક્ષણો હતા. તમામને ઘરે જ આઈસોલેશનમાં સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Omicron Covid variant covid 19 ઓમિક્રોન કોરોના સબ વેરિએન્ટ Maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ