First-Aid Tips How To Treat Fireworks Related Burns And Injuries know some tips Before Medical Treatment
દિવાળી 2019 /
ફટાકડાથી દાઝી જાવ તો તરત કામના છે આ ઉપાય, જાણો શું ન કરવું હિતાવહ
Team VTV11:17 AM, 21 Oct 19
| Updated: 11:18 AM, 21 Oct 19
દિવાળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. આ દિવસે લોકો ચોપડા પૂજન કર્યા બાદ ફટાકડા ફોડે છે. આ સમયે અનેકવાર નાની શરતચૂકના કારણે પણ દાઝી જવાનો ભય રહે છે. જો તમારી સાથે કે તમારી આસપાસ આવો કિસ્સો બને તો આ ઉપાયો અજમાવી લેવાથી રાહત મળે છે.
ફટાકડાથી દાઝી જાવ તો કરો આ ઉપચાર
બળતરામાં તરત મળી શકે છે રાહત
જાણો કઈ ભૂલો ન કરવી જોઈએ
પ્રતિકાત્મક ફોટો
ફટાકડા ફોડતી સમયે ન કરો આ ભૂલો
મોટાભાગે લોકો દાઝી ગયા બાદ બળતરામાંથી રાહત મેળવવા બરફનો ઉપયોગ કરે છે. આ ઉપયોગ ટાળવો. તેનાથી બ્લડ ક્લોટ થાય છે. અને તેનો ફ્લો ઘટે છે.
દાઝ્યા પછી તરત જ દવા લગાવવી નહીં. ઘણીવાર લોકો બર્ન કર્યા પછી તરત જ મલમ અથવા માખણ લગાવે છે. આ ન કરવું જોઈએ.
દાઝ્યા પછી ફોલ્લા થાય તો તેને ફોડો નહીં. તેનાથી ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે.
દાઝેલી જગ્યા પર કોટન લગાવવાનું ટાળો. તેનાથી ઘા સાફ થશે પણ બળતરા વધે છે.
દાઝેલા વ્યક્તિને પાણી પીવડાવવાની ભૂલ ન કરો. દાઝી ગયા બાદ તેના આંતરડા થોડી વાર કામ કરવાનું બંધ કરે છે અને પાણી શ્વાસ નળીમાં ફસાઈ શકે છે. આ હાલતમાં પીડીતને ઓઆરએસનું પાણી પીવડાવો. થોડી વારમાં ફાયદો જોવા મળશે.
ક્યારેક દાઝ્યા સમયે કપડાં ચામડી સાથે ચોંટી જતા હોય છે. આ સમયે ડોક્ટર પાસે જાઓ. તમે જાતે કાઢશો તો તે ઘા ઊંડો બનશે.
પ્રતિકાત્મક ફોટો
દાઝી જાવ ત્યારે કરી લો આ ઉપાય
ફટાકડા કે કોઈ જ્વલનશીલ પદાર્થથી દાઝી જતાં સૌ પહેલાં તેની પર ઠંડું પાણી નાંખો. કોઈ વાસણમાં ઠંડું પાણી લઈને તેમાં દાઝેલા ભાગને રાખી શકો છો.
દાઝેલા ભાગ પર નારિયેળ તેલ લગાવવાનું ફાયદારૂપ ગણાય છે. આ તેલ તમારી બળતરા ઓછી કરશે.
દાઝે સ્કીન પર હળદરનું પાણી લગાવી શકાય છે. તેનાથી બળતરા ઘટે છે.
ગાજર કે કાચા બટાકાને બારીક પીસીને દાઝેલા ભાગ પર લગાવો. તેનાથી બળતરામાં રાહત મળશે.
તુલસીના પાનનો રસ રાહત આપે છે. તે લગાવવાથી દાઝ્યા બાદના ડાઘ તરત જતા રહે છે.