સુરત રેલવે સ્ટેશન પર 'ટાઇગર' નામના યુવકે મોહમ્મદ યુનુસ પર કર્યું ફાયરીંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

By : hiren joshi 10:04 PM, 13 September 2018 | Updated : 10:04 PM, 13 September 2018
સુરતઃ અસમાજીક તત્વો બેફામ બન્યા છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. અસામાજીક તત્વોના ઝઘડામાં જાહેરમાં ફાયરિંગ કરાયુ હતું. ટાઇગર નામના લીંબાયતના યુવકે ફાયરિંગ કરી હોવાની ચર્ચા થઇ રહી છે. ફાયરિંગ સમયે રાનકપુર એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર હતી. ફાયરિંગની ઘટનામાં એક યુવકને પહોચી ઈજા છે. આ ઇજાગ્રસ્ત શખ્સને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સુરતના ટાઈગર નામના યુવકે મોહમ્મદ યુનુસ નામના યુવક પર ફાયરીંગ કર્યું હતું. જેમાં મોહમ્મદ યુસુફને હાથમાં ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે. જેમને સારવાર અર્થે તાત્કાલીક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

મહત્વનું છે કે, સ્ટેશન પરથી તપાસ દરમિયાન પોલસને 2 જીવતા કારતૂસ મળી આવ્યા છે. જ્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.Recent Story

Popular Story