બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:30 PM, 4 December 2024
આ ઘટના અમૃતસરના અતિ પ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ પર ઘટી હતી. પંજાબના શિરોમણી અકાલી દળના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ પર એક અજાણ્યા શખ્સે ફાયર કર્યું હતું. આ ફાયરિંગ થતાં જ ત્યાં હજાર લોકોએ આરોપીને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની પાસેથી પિસ્તોલ પણ બરામદ કરી છે, આ ઘટનાને અંજામ આપવા તેણે એક દિવસ અગાઉ રેકી કરી હોવાની પણ કબૂલાત કરી છે.
ADVERTISEMENT
#WATCH | Punjab: Visuals from Golden Temple in Amritsar where a bullet was fired at SAD leaders, including party chief Sukhbir Singh Badal. pic.twitter.com/FsKOzmvcxt
— ANI (@ANI) December 4, 2024
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેનું નામ નારાયણ સિંહ જણાવ્યું હતું અને ખાલસા દળ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હુમલાવરે પોતાની ઓળખ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના ભૂતપૂર્વ સદસ્ય તરીકે આપી છે, એવું મનાઈ રહ્યું છે કે વર્ષ 1984 માં નારાયણ સિંહ પાકિસ્તાન સ્થાયી થયો હતો અને પાકિસ્તાનથી પંજાબ હથિયારો અને વિસ્ફોટક સાધનોની સ્મગલિંગ કરતો હતો.
વધુ વાંચો: ફડણવીસ જ મહારાષ્ટ્રના CM, તો શિંદે અને અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ, આવતીકાલે શપથ
એવું પણ સામે આવ્યું છે કે હુમલાવરે ગુરિલ્લા યુદ્ધ પર એક પુસ્તક પણ લખી છે. તે બુંદેલ જેલ તોડવાના કેસમાં પણ આરોપી પુરવાર થયો છે તો પંજાબની જેલમાં સજા પણ કાપી ચૂક્યો છે. સામે આવ્યું છે કે તેણે હુમલો કરવાના એક દિવસ પહેલા ગોલ્ડન ટેમ્પલ જઈને રેકી કરી હતી જેથી આજે થયેલી ઘટનાને અંજામ આપી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT