પાટણ /
હારીજના દુનાવાડામાં 9 રાઉન્ડ ફાયરિંગ થતાં મચ્યો હડકંપ, ત્રણ યુવકમાંથી 2ની હાલત અત્યંત ગંભીર, જાણો મામલો
Team VTV05:52 PM, 03 Feb 23
| Updated: 06:56 PM, 03 Feb 23
પાટણના હારીજના દુનાવાડામાં એક ઈસમે નવ રાઉન્ડ ફાયરિંગ કરી ત્રણ વ્યક્તિઓને ઈજાગ્રસ્ત કર્યા, ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરનાર શખ્સ ફરાર
પાટણના હારીજના દુનાવાડામાં ફાયરિંગ
દુનાવાડામાં એક શખ્સે અંદાજે 9 રાઉન્ડ ફાયરિંગ
ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરનાર શખ્સ થયો ફરાર
પાટણ જિલ્લાના હારીજના દુનાવાડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. હારીજના દુનાવાડામાં એક શખ્સે ધડાધડ અંદાજે 9 રાઉન્ડ ફાયરિંગ કર્યુ છે. પાપ્ત વિગતો અનુસાર કોઈ અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગની ઘટનામાં 3 યુવકોને ઈજા પહોંચી છે.
ઈજાગ્રસ્તની તસવીર
ફાયરિંગથી 2 યુવકને ગંભીર ઈજાઓ
દુનાવાડામાં એક શખ્સે નવ રાઉડ ફાયરિંગ કર્યું છે જે ફાયરિંગમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી જેમાંથી બેને ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. કોઈ અદાવતના પગલે ફાયરિંગ થયોનું જાણવા મળ્યું છે. પટ્ટણી વિજય, સુથાર શિવાભાઈ, પટ્ટણી સોનાજી નામના ત્રણ વ્યક્તિઓને શરીરના વિવિધ ભાગમાં ગોળી વાગતા ઈજાઓ પહોંચી છે, જે ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં સુથાર શિવાભાઈને છાતીના ભાગે ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે તેમજ પટ્ટણી સોનાજીને માથાના ભાગે ગોળી વાગી છે અને પટ્ટણી વિજય નામના વ્યક્તિને કાનના ભાગે ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે.
ફાયરિંગ મામલે પોલીસ ઘટનાસ્થળે
દુનાવાડામાં ફાયરિંગની ઘટના બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ કોફલો ખડકવામાં આવ્યો છે. તેમજ ફાયરિંગ કરી ફરાર થનારને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ફાયરિંગની ઘટનાથી ગામમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે
ફાયરિંગની ઘટના મામલે પોલીસનું નિવેદન
હારીજનાં દુનાવાડા ગામે થયેલ ફાયરિંગની ઘટના મામલે ડીવાયએસપી ડી ડી ચૌધરીએ જણાવ્યું કે, અલગ અલગ જગ્યાએ 9 રાઉન્ડ ફાયરિંગ થયા છે. પ્રેમ પ્રકરણ તેમજ અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે. શૈલેષ પરમાર હિમાંશુ પરમાર નામનાં ઈસમોએ ફાયરિંગ કર્યું છે. શિવાભાઈ સુથાર, વિજય પટ્ટણી, સોનાજી પટ્ટણી નામનાં ત્રણ લોકો ફાયરિંગમાં ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડાયા છે.