બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Firing at three places in one day in Patan: Lover goes mad after Sagira refuses nasty demands

ક્રાઈમ / પાટણમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે ફાયરિંગ: સગીરાએ બીભત્સ માંગણીનો ઈનકાર કરતા પ્રેમી થયો પાગલ

Vishal Khamar

Last Updated: 07:53 PM, 4 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હારીજના દુનાવાડા ગામે ગત રોજ ત્રણ વ્યક્તિઓ પર ફાયરીંગની ઘટના બનવા પામી હતી. ત્યારે પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.

  • હારીજના દુનાવાડા ગામે થયેલ ફાયરિંગનો મામલો
  • આરોપીઓએ સગીરાના પિતા સહિત કુલ ત્રણ લોકો ઉપર ફાયરિંગ કર્યુ હતુ 
  • LCB પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડયા

 હારીજના દુનાવાડા ગામે ગત રોજ પ્રેમ પ્રકરણ બાબતે હિમાંશુ પરમાર એક યુવતિને પ્રેમ કરતો હતો. ત્યારે આરોપી હિમાંશું અવાર નવાર સગીરાને ફોન કરી ફોન પર સગીરા સાથે બિભત્સ માંગણીઓ કરતો હતો. સગીરા તાબે ન થતા અને ફોન ન ઉપાડતા હિમાંશુ અને તેના મિત્રએ સગીરાના પિતા સહિત ત્રણ ઉપર ફાયરિંગ કર્યું હતું. હિમાંશુ દ્વારા ફાયરીંગ કરાતા સગીરાના પિતા ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે મુદ્દામાદ જપ્ત કર્યો

પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી
દુનાવાડા ગામે ફાયરીંગની ઘટનાની જાણ પોલીસને થતા નાયબ પોલીસ અધિક્ષક સહિત એલસીબી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.ડી.વાય.એસ.પી. ડી.ડી.ચૌધરી દ્વારા આરોપીઓને સત્વરે પકડવાની સૂચના આપતા એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી.  ત્યારે પોલીસને બાતમી મળી હતી કે તમામ આરોપીઓ દુનાવાડાથી ધારણોજ ગામ બાજુ જવાના રસ્તે ખેતરમાં છુપાયેલા છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા હિમાંશુ નટવરભાઈ પંચાણભાઈ અને પરમાર શૈલેષબાઈ બળવંતભાઈ જગાભાઈ રહે બંને. દુનાવાડાવાળાઓને પકડી તેઓની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ ફાયરીંગ કરાયેલ હથિયાર કબ્જે કર્યા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ દ્વ્રા માહિતી આપી

પોલીસ અધિક્ષક શું કહે છે
આ બાબતે પોલીસ અધિક્ષક વિજય પટેલે જણાવ્યું હતું કે આરોપીએ ત્રણેક માસ અગાઉ બિહારના માનશી જંક્શને જઈ ચંદન નામના માણસનો સંપર્ક કરી બે દેશી તમંચા તથા બે પિસ્તોલ તેમજ કાર્ટીઝ લાવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો જપ્ત કરી હારીજ પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
6 લોકો સામે ગુનો નોંધ્યો
પોલીસે પરમાર હિમાંશું નટવરભાઈ પંચાણભાઈ, પરમાર શૈલેષભાઈ બળવંતભાઈ જગાભાઈ, પરમાર હિતેષભાઈ મુકેશભાઈ ખોડાભાઈ રહે.ત્રણેય દુનાવાડા તા.હારીજ જી.પાટણને ઝડપી પાડ્યા છે. જ્યારે રાજપૂત જીતેન્દ્ર મૂળ રહે રાજસ્થાન, પરમાર સતીષભાઈ કરશનભાઈ રહે.જાબડીયા, તા.ડીસા હાલ રહે.અમદાવાદવાળો તેમજ બિહારનો ચંદન આ ત્રણ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Harij Patan firing ધરપકડ પોલીસ patan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ