ફટાકડા બજારમાં નિયમોનું ઉલ્લંઘન, ગ્રાહકોનો જીવજોખમાય તો કોની જવાબદારી? 

By : vishal 05:47 PM, 07 November 2018 | Updated : 05:47 PM, 07 November 2018
ચાલુ સાલે પાટણ નગરપાલિકા દ્વારા ફટાકડા બજારના સ્ટોલની કોઈપણ જાતની હરાજી ના પાડતા ફટાકડાના વેપારીઓ શહેરીજનોના જીવ જોખમાય તે રીતે શેહેરના જાહેર માર્ગો પર તેમજ વિવિધ સ્ટોલોમા ફટાકડાનો જોખમી વેપાર કરી રહ્યા છે.

તો ફટાકડા બજાર એસોસીએશને પણ પોતાની જાત જવાબદારી ઉપર પ્રગતિ મેદાન ખાતે ફટાકડાના સ્ટોલ ઊભા કર્યા છે. જોકે દરેક સ્ટોલ ધારકોએ ફાયરસેફ્ટીના સાધનો ફરજિયાત રાખવાની સર્તોને આધીન પ્રાંતઓફિસમાથી એન.ઓ.સી આપવામાં આવી છે

તાં પણ ફટાકડાના સ્ટોલ ધારકો દ્વારા દેખાવ પૂરતા ફાયર સેફટીના સાધનો રાખી શહેરીજનોના જીવ જોખમાય તે રીતે વેપારીઓ પોતાનો દિવાળીનો અંતિમ ચરણનો વ્યવસાય કરી રહ્યા છે.

તો વળી પાટણ નગર પાલિકાએ પણ પોતાના વોટર ટેંક આ ફટાકડા બજારને નથી ફાળવ્યા જેથી આ દિવાળી જેવા આનંદ ઉલ્લાસના તહેવારમાં વહીવટીતંત્રને ચૂકના કારણે શહેરીજનોની  દિવાળીનો પર્વ આ ગેરકાયદેસર વેચાતા ફટાકડા કોઈ જોખમ ઊભું ના કરે તે જોવું રહ્યું.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story