firefighters rescue one laborer in naranpura ahmedabad
BIG NEWS /
અમદાવાદમાં મોટી દુર્ઘટના: નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરૂણ મોત, એકનું રેસ્ક્યૂ
Team VTV01:54 PM, 28 Jan 22
| Updated: 02:00 PM, 28 Jan 22
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતાં. જેમાંથી બે મજૂરોના મોત નીપજ્યાં છે. જ્યારે એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
અમદાવાદના નારાયણપુરામાં ધસી પડી ભેખડ
ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા
ફાયર ટીમે રેસ્ક્યુ કરીને કાઢ્યા બહાર હતા
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધરાશાઈ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતાં. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં બે મજૂરો મોત નીપજ્યાં છે. જ્યારે એક મજૂરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે આ મજુરો JCBના ખોદકામ દરમિયાન કામ કરતાં હતાં, ત્યારે રોડની ભેખડ અચાનક ધસી પડતાં મજૂરો અંદર દટાઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતિનો સ્ટાફ તરત હાજર થઈ ગયો હતો. રેસ્ક્યુ મિશન હાથ ધર્યું હતું
એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટનું કામ ચાલતું હતું
સુત્રોના જણાવ્યા અનુસાર નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જુના એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટનું કામ ચાલતું હતું. દરમિયાનમાં આજે બપોરે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ મજૂર દટાયા હતા. જેમાંથી ડામોર જયસિંગભાઈ અને કરમી પટુભાઈ નામના દાહોદના બંને મોત નીપજ્યું હતું. તેમજ એક મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે
ફાયર વિભાગને 10 વાગ્યા બાગ આ ઘટનાનો કોલ મળ્યો
ફાયર વિભાગને સવારે 10 વાગ્યે ભેખડ ધસી પડવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ટીમની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતથી બે મજૂરોને બહાર કાઢ્યા હતાં. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો.