'આગ સાથે રમત' / મહામારીમાં SOP સાથે શાળા તો ખુલી ગઇ પરંતુ બાળકો માટે આ બાબત ચિંતાજનક

fire safety Negligence schools gujarat coronavirus

સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર સુરતના ટ્યૂશન ક્લાસીસમાં તા. ૨૪ મે-૨૦૧૯ના રોજ લાગેલી ભીષણ આગમાં સ્થાનિક તંત્ર અને બિલ્ડરોના પાપે ૨૨ નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો હતો. તે વખતે તત્કાલીન મ્યુનિ. કમિશનર વિજય નેહરાના આદેશથી શહેરનાં લાક્ષાગૃહ બનેલાં ટ્યૂશન ક્લાસીસ અને સ્કૂલની ફાયર સેફ્ટીને તત્કાળ ચકાસાઈ હતી. મ્યુનિ. ફાયરબ્રિગેડની આ કાર્યવાહી બાદ સ્કૂલ અને ટ્યૂશન ક્લાસીસને એનઓસીના આધારે તંત્રે શરૂ કરવાની લીલી ઝંડી આપી હતી. જોકે હવે કોરોના મહામારીના કારણે છેક માર્ચ-૨૦૨૦થી બંધ પડેલી સ્કૂલ-કોલેજનો ધમધમાટ આજથી શરૂ થયો છે. તે સંજોગોમાં ફાયર સેફ્ટીના મામલે બાળકોનાં જીવન સામે જોખમ ઊભું થયું હોવાનું ચિત્ર ઊપસ્યું છે. આ બાબત ખરેખર ચિંતાજનક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ