દેશમાં આગ લાગવાની ઘટનાઓ દિન પ્રતિ-દિન વધતી જાય છે, જ્યારે મુંબઇથી વધુ એક આવી ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયાનક હતી કે, જેમાં લાખો રૂપિયાનો માલ-સામાન ઘડીના છઠ્ઠા ભાગમાં બળીને ખાખ થઇ ગયો. જોઇએ સમગ્ર ઘટના.
મુંબઈના ગુંડગાંવમાં આવેલા કામા ઈન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના 12 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
#SpotVisuals: Fire broke out at Cama Industrial Estate in Mumbai's Goregaon around 2:30 am; 12 fire tenders present at the spot. Fire fighting operations underway. #Maharashtrapic.twitter.com/ocR07hkJ9N
ઉલ્લેખનીય છે કે, કામા ઈન્ડસ્ટ્રીઅલમાં આવેલા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન ગોડાઉન પણ આગની લપેટમાં આવ્યુ હતુ. તો આગના પગલે એસ્ટેટનો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થયો છે. જો કે, આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.