બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / લોસ એન્જલસના વધુ એક જંગલમાં આગે ધર્યું વિકરાળ સ્વરૂપ, 31000નું રેસ્ક્યૂ, 2028માં યોજાશે ઓલિમ્પિક

બ્રેકિંગ / લોસ એન્જલસના વધુ એક જંગલમાં આગે ધર્યું વિકરાળ સ્વરૂપ, 31000નું રેસ્ક્યૂ, 2028માં યોજાશે ઓલિમ્પિક

Last Updated: 08:52 AM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એક વખત આગ ફાટી નીકળી છે, જેના પછી હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. અમેરિકા માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે તાજેતરમાં જ લોસ એન્જલસમાં આગની બે મોટી ઘટનાઓ બની છે.

લોસ એન્જલસમાં સળગી રહેલી આ આગ કાસ્ટેક લેક નજીકના જંગલ વિસ્તારમાં છે. આ વિસ્તાર ઉત્તર પશ્ચિમ લોસ એન્જલસમાં સ્થિત છે. આગે 8 હજાર એકર અથવા 3,200 હેક્ટર વિસ્તારને લપેટમાં લીધી છે. તળાવની આસપાસ રહેતા લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે લોસ એન્જલસ વિસ્તારમાં જોરદાર અને સૂકી સાંતા એના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગ ફાટી નીકળી છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. આ આગ મોટા વિસ્તારને લપેટમાં લે તેવી શક્યતા છે.

તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા અપીલ

આગ લાગ્યા બાદ પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ અમેરિકન મીડિયાને કહ્યું 'હું માત્ર પ્રાર્થના કરું છું કે અમારું ઘર બળી ન જાય.' લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ જેન્સને દરેકને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ લોસ એન્જલસમાં ભીષણ આગને કારણે હજારો ઘરો ધરાશાયી થઈ ગયા છે. એટલું જ નહીં, 2 લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે અને 27 થી વધુ લોકોના મોત થયા છે.

વધુ વાંચો : બ્રહ્માંડમાં મળ્યાં મોટા મોટા ભોંયરા! કરી રહ્યાં છે આ ખાસ કામ, વૈજ્ઞાનિકોની મોટી શોધ

2028માં ઓલિમ્પિકસ યોજાવાની છે

તમને જણાવી દઈએ કે 2028માં અમેરિકાના શહેર લોસ એન્જલસમાં રમતગમતના મહાકુંભ એટલે કે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમ 14 જુલાઈથી 30 જુલાઇ, 2028 સુધી ચાલશે. લોસ એન્જલસને અમેરિકાના સિનેમાનું કેન્દ્ર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ઘટનાને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America news Los Angeles fire fire incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ