ભાવનગરમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ આગમાં પ્લાસ્ટિકની પાટીઓ સહિતનો જથ્થો સળગી ગયો છે.
આ ઘટના શહેરના કુંભારવાડા વિસ્તારની છે. આગ પર કાબૂ મેળવવા 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ જાણવા નથી મળ્યું.
ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ આગના બનાવોમાં વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે આજરોજ ભાવનગરમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગવાની ઘટના મચતા ભાગદોડ મચી ગઇ હતી.