બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 07:26 AM, 13 July 2021
ADVERTISEMENT
ઇરાકના નાસિરિયાહની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. અલ-હસન નામની કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં આગ લાગવાના કારણે લગભગ 58 લોકોના મોત થયા છે. આગ લાગવાના કારણે હોસ્પિટલના સ્ટાફના 22 લોકો પણ ઘાયલ થયા છે. તેમની સ્થિતિ ગંભીર છે. 58 મૃતકોમાં 8 હોસ્પિટલના સ્ટાફના લોકો હતા.
At least 41 people died in a hospital fire in Iraq, believed to have started when oxygen tanks exploded in an ICU treating Covid patients, doctor sayshttps://t.co/AEVWN8wJG8
— CNN Breaking News (@cnnbrk) July 12, 2021
ADVERTISEMENT
હોસ્પિટલના આગ ખૂબ જ ભયાનક
ઓક્સીજન ટેન્કમાં વિસ્ફોટ થવાના કારણે અહીં ભીષણ આગની સ્થિતિ સર્જાઈ હતી. સ્વાસ્થ્ય અધિકારીઓ અને પોલિસે આ જાણકારી સોમવારે આપી હતી. પીએમ મુસ્તફા અલ કદીમીએ વરિષ્ઠ મંત્રીઓ સાથે તત્કાળ બેઠક કરી અને સાથે નાસિરિયાહની હોસ્પિટલમાં સ્વાસ્થ્ય અને નાગરિક સુરક્ષા પ્રબંધકને નિલંબિત કરવા માટેના અને સાથે તેમની ધરપકડના આદેશ પણ આપ્યા છે.
શું કહે છે સ્વાસ્થ્ય અધિકારીઓ
અધિકારીઓએ કહ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ કોરોના હોસ્પિટલમાં શોધ અભિયાન ચાલી રહ્યું છે પણ ધુમાડાના કારણે તેમાં શોધ કરવી મુશ્કેલ છે. પ્રારંભિક પોલિસ રિપોર્ટમાં કહેવાયું છે તે વોર્ડમાં ઓક્સીજન ટેન્ક ફાટી હોવાના કારણે આ આગની ઘટના બની હતી. હોસ્પિટલના ગાર્ડ અલી મુહસિને કહ્યું કે મેં કોરોના વોર્ડમાં અંદર એક મોટો વિસ્ફોટ સાંભળ્યો અને પછી આ આગ ઝડપથી ફેલાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.