બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પોલીસકર્મીની બહાદુરી આગળ આગ ઠરી ઠામ! ગેસ સિલિન્ડરને દૂર કરતાં મોટી દુર્ઘટના ટાળી, જુઓ VIDEO
Last Updated: 07:38 PM, 11 November 2024
અમદાવાદના નારોલ-નરોડા રોડ પર ઠક્કરબાપાનગર બ્રિજ પાસે ડ્રેનેજ રિપેરિંગની કામગીરી દરમિયાન CNG-PNG ગેસની પાઈપલાઈનમાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસ લીકેજ થતાની સાથે જ પાનનો ગલ્લો બાજુમાં હતો ત્યારે ત્યાં સિગારેટ કે અન્ય જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગી હતી.
ADVERTISEMENT
અમદાવાદ પોલીસ જવાનોની વધુ એક બહાદુરી, ચાલુ આગમાંથી ગેસ સિલિન્ડર દૂર કરતા બહાદુર જવાનનાં લાઈવ Video @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS @AhmedabadPolice @PoliceAhmedabad pic.twitter.com/aEWEf7zaWI
— IPS Ajay Choudhary (@AjayChoudharyIN) November 11, 2024
આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આસપાસના લોકો દ્વારા ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.
ADVERTISEMENT
ગેસ લાઈનની નજીકમાં જ પાનનો ગલ્લો અને સેન્ડવીચની દુકાન
સૂત્રોના જણાવ્યા મુજબ ઠક્કરબાપાનગર બ્રિજની નીચેના ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. ત્યાં બાજુમાંથી CNG-PNG ગેસની પાઈપલાઈન પસાર થતી હતી. આ ગેસની પાઇપલાઇનમાં કાણું પડ્યું હતું. જેના કારણે ગેસ લીકેજ થયો હતો. આ ગેસ લાઈનની નજીકમાં જ પાનનો ગલ્લો અને સેન્ડવીચની દુકાન આવેલી છે. ત્યારે કોઇ જ્વલનશીલ પદાર્થના સંપર્કમાં ગેસ આવતાની સાથે જ આગ ફાટી નિકળી હતી.
આ પણ વાંચો: શાદી ડોટ કોમથી મિત્રતા, લગ્નની લાલચ આપી હવસ સંતોષી, વડોદરાના વેપારીનો અભદ્ર કાંડ
ટ્રાફિક પોલીસની કામગીરીની લોકોએ વધાવી લીધી
આગ લાગવાની સાથે જ વિસ્તામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમયે ટ્રાફિક બીટ પર હાજર રહેલા પોલીસ કર્મીઓ પણ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. સેન્ડવીચ અને પાનના ગલ્લાની દુકાનમાં આગ વધારે ન ફેલાય તેના માટે સેન્ડવીચના ગલ્લામાં રહેલા બે જેટલા ગેસના બાટલા પણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ બહાર કાઢી લીધા હતા. આગ લાગી ત્યારે પાનના ગલ્લામાં રોજનો વકરો 1.50 લાખ જેટલો હતો. વકરાની 1 લાખ જેટલી રકમ ફાયરબ્રિગેડના જવાનોએ બચાવી અને માલિકને પરત આપી હતી. ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરીને સ્થાનિકોએ વધાવી લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.