fire cracker ban diwali delhi supreme court manoj tiwari
દિલ્હી /
દિવાળીએ નહીં ફોડી શકાય ફટાકડાં, લાગેલો પ્રતિબંધ ચાલુ રહેશે, સુપ્રીમનો આવ્યો મોટો ચુકાદો
Team VTV05:16 PM, 10 Oct 22
| Updated: 05:24 PM, 10 Oct 22
રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં આ દિવાળીએ પણ ફટાકડાં નહીં ફોડી શકાય કારણ કે સુપ્રીમે લાગેલો પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કર્યો છે.
રાજધાની દિલ્હી અને એનસીઆર માટે સુપ્રીમનો મોટો ચુકાદો
આ દિવાળીએ પણ ફટાકડાં નહી ફોડી શકાય
સુપ્રીમે પ્રતિબંધ હટાવવાનો કર્યો ઈન્કાર
સુપ્રીમે ભાજપ નેતા મનોજ તિવારીની અરજી ફગાવી
રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ગત દિવાળીથી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ મૂકી દીધો છે જેને હટાવવા માટે ભાજપ નેતા મનોજ તિવારીએ સુપ્રીમમાં અરજી કરી હતી. મનોજ તિવારીને અરજી પર સુનાવણી કરતા સુપ્રીમની એમ આર શાહની ખંડપીઠે સ્પસ્ટ કહ્યું કે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં લાગેલો ફટાકડા પ્રતિબંધ અમે હટાવવાના નથી.
તમને ખબર છે પ્રદૂષણ કેટલું છે- સુપ્રીમનો તિવારીને સવાલ
ફટાકડાં પર લાગેલો પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કરતા જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે મનોજ તિવારીને કહ્યું કે તમને ખબર છે કે પરાળી સળગાવવાને કારણે દિલ્હીમાં કેટલું પ્રદૂષણ ફેલાયું છે અને આવી સ્થિતિમાં ફટાકડાં ફોડવાની જરા પણ પરમિશન ન આપી શકાય. તમારી અરજી પર ફરી ક્યારેક સુનાવણી કરીશું.
મનોજ તિવારીએ ફટાકડાં પ્રતિબંધ હટાવવાની અરજી કરી હતી
ભાજપ સાંસદ મનોજ તિવારીએ દિલ્હી સહિતના વિસ્તારોમાં લાગેલા ફટાકડાં પરના પ્રતિબંધને હટાવવા માટે અરજી કરી હતી. તિવારીએ પોતાની અરજીમાં ફટાકડાં પ્રતિબંધને સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવ્યું હતું. જોકે સુપ્રીમે તેમની આ દલીલ માનવાનો ઈન્કાર કરીને ફટાકડાં પર લાગેલો પ્રતિબંધ યથાવત રાખવાનું જણાવી દીધું હતું.
પ્રદૂષણનું કારણ આપીને સુપ્રીમે ફટાકડાં પ્રતિબંધ ન હટાવ્યો
સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં પ્રવર્તી રહેલા ભારે પ્રદૂષણનું કારણ આપીને ફટાકડાં પરનો પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કર્યો છે. હાલમાં પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાને કારણે દિલ્હી-એનસીઆરમાં ભારે પ્રદૂષણ વ્યાપી રહ્યું છે અને જો આવી સ્થિતિમાં આ દિવાળીએ ફટાકડાં ફોડવાની પરમિશન અપાય તો પ્રદૂષણ વકરી જાય તેથી સુપ્રીમે આવી સ્થિતિને ટાળવા માટે ફટાકડાં ફોડવાના પ્રતિબંધને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.