બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / fire broke out in jabalpur hospital 7 burn to death

BIG BREAKING / મધ્ય પ્રદેશ: જબલપુરની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ: 10 દર્દીઓના મોત, જીવ બચાવવા લોકો બારીઓમાંથી કુદ્યા

Pravin

Last Updated: 05:05 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ખાનગી હોસ્પિટલ ન્યૂ લાઈફ મલ્ટીસ્પેશ્યાલિટીમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગી હતી. જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઈ ગયા છે.

  • મધ્ય પ્રદેશમાંથી મોટી દુર્ઘટના સામે આવી
  • ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ
  • અત્યાર સુધીમાં 10 દર્દીઓના થયા મોત

મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ખાનગી હોસ્પિટલ ન્યૂ લાઈફ મલ્ટીસ્પેશ્યાલિટીમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 10 દર્દીઓના મોત થયા હોવાનું કહેવાય છે. શિવનગરમાં આવેલી આ હોસ્પિટલમાં જેવી આગ લાગી કે, હડકંપ મચી ગયો હતો. જોત જોતામાં આગ સમગ્ર હોસ્પિટલમાં ફેલાઈ ગઈ હતી. જે ઉપરના માળે હતા, તેમણે બારીમાંથી કુદીને જીવ બચાવ્યા હતા. પણ નિચલા માળ પર રહેલા લોકો પોતાનો જીવ બચાવી શક્યા નહોતા. બીજી બાજૂ સૂચના મળતા રેસ્ક્યૂ ટીમ અને વરિષ્ઠ પ્રશાસનિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે, ઘટનાની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

શિવરાજ સિંહે ચૌહાણ ટ્વિટ કરીને દુ: ખ વ્યક્ત કર્યું

આ ઘટના પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યુ છે કે, જબલપુરની એક હોસ્પિટલમાં ભીષણ આગની દુર્ઘટનાના દુખદ સમાચાર મળ્યા. સ્થાનિક પ્રશાસન અને કલેક્ટરના સતત સંપર્કમાં છું. મુખ્ય સચિવને સંપૂર્ણ મામલે નજર રાખવા માટે નિર્દેશ આપ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે સંભવ દરેક મદદ થઈ રહી છે. 

પોલીસ અને ફાયર વિભાગની ટીમો તૈનાત થઈ ગઈ

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ હોસ્પિટલ વિશે હાલમાં વધારે જાણકારી સામે આવી નથી. આ હોસ્પિટલ કોની છે,  આપને જણાવી દઈએ કે આ આગની ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે દમોહ નાકા પરથી અમુક લોકો પસાર થઈ રહ્યા હતા અને તેમણે હોસ્પિટલમાં આગની જ્વાળા જોઈ. લોકો ત્યારે બૂમો પાડી રહ્યા હતા. લોકો તુરંત તેની જાણકારી પોલીસ અને ફાયર વિભાગને આપી. પણ આગ એટલી વિકરાળ હતી કે, જ્યાં સુધી ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં આગ ચારેતરફ ફેલાઈ ચુકી હતી. તેની જાણકારી મળતા એસપી સિદ્ધાર્થ બહુગુણા, કલેક્ટર ઈલૈયા રાજા ટી. સીએમએચઓ રત્નેશ કુરરિયા, ફાયર બ્રિગેડ ઓફિસર કુશાગ્ર ઠાકુર, સીએસપી અખિલેશ ગૌર,, એએસપી ગોપાલ ખાંડેલ, એએસપી પ્રદીપ શેંડે તથા 5 પોલીસ સ્ટેશનના ટીઆઈ અધિકારીઓ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.  

પ્રત્યક્ષદર્શીઓ જણાવી આ વાત

હોસ્પિટલની આજૂબાજૂમાં ઊભેલા લોકોએ હોસ્પિટલમાંથી કાળા ધુમાડાના ગોટા જોયા. જો કે, થોડી વારમાં જ આગ એટલી ફેલાઈ ગઈ જોત જોતામાં ઉપરના માળ સુધી આગ પહોંચી ગઈ. અમુક લોકો જીવ બચાવવા માટે થઈને બારીઓમાંથી કુદ્યા હતા. નીચે પડવાના કારણે અમુક લોકોને ગંભીર ઈજા પણ થઈ છે. થોડી વારમાં ફાયર અને પોલીસ વિભાગની ગાડીઓ આવી પહોંચી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Hospital Jabalpur Madhya Pradesh fire આગની ઘટના ખાનગી હોસ્પિટલ જબલપુર મધ્ય પ્રદેશ Madhya Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ