fire broke out in a spice and oil mill in the Tokarkhada of Selvas
દુર્ઘટના /
સેલવાસના ટોકરખાડામાં આવેલી મસાલા અને ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ, કરોડનું નુક્સાન
Team VTV08:07 AM, 05 May 22
| Updated: 08:09 AM, 05 May 22
વલસાડ જિલ્લાના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મીલમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
સેલવાસની મિલમાં ભીષણ આગ
પરિવારને સુરક્ષીત બહાર કઢાયો
મોડી રાત્રે લાગેલી આગ કાબૂમાં
સેલવાસની મિલમાં મોડી રાત્રે લાગી આગ
વલસાડ જિલ્લાના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મિલમાં ગત મોડી રાત્રે અગમ્ય કારણસર આગ લાગતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાને સેલવાસ ફાયર ફાઈટરની ટીમને થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મોડી રાત્રે એકા એક ભીષણ આગ ભભૂકતાં અફડાતફડીનો માહોલ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના સેલવાસના ST ડેપોની નજીક આવેલી પ્રખ્યાત મસાલા મિલમાં ગત મોડી રાત્રે એકા એક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. રાત્રે દસ વાગ્યાના આસ-પાસ અચાનક મિલમાંથી ધુમાડા સાથે આગ પકડી લીધી હતી. જેથી અંદર કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાની ઘટના સેલવાસ ફાયર ફાઈટરની ટીમને થતાં તેઓ તુંરત ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ ઓપોરેશન હાથ ધર્યું હતું.
મિલમાં રહેતા પરિવારને સુરક્ષીત બહાર કઢાયો
અને મસાલા અને ઓઈલ મીલમાં કામ કરતાં પાંચ લોકોને મીલના મેનેજરે સુરક્ષીત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સેલવાસના નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઉપરાંત મીલ માલિકના પરિવારનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાંચ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
મિલમાં આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું
આ આગ એટલી વિકરાળ હતી કે, જેને કાબૂ કરવા માટે વાપી સને સરીગામની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે. મસાલા કંપનીમાં આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેને કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.