મુંબઇ: મુંબઇના પોશ વિસ્તાર અંધેરી સ્થિત એક વ્યાવસાયિક બિલ્ડીંગમાં શનિવારે સવારે આગ લાગી ગઇ હોવાની ઘટના સામે આવી છે. આગ બિલ્ડીંગના પાંચમાં અને ઠઠ્ઠા માળે લાગી હતી. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આ ઘટનામાં કોઇને નુકસાન નહીં થયું હોવાની માહિતી છે.
આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની છ ગાડીઓએ ભારે મહેનત કરી અને અંતે કાબૂ મેળવી લીધો. જો કે આગના કારણો અને એનાથી થયેલા નુકસાન માટે હાલમાં કોઇ જાણકારી મળી નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં મુંબઇમાં આગ લાગવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ આગની મોટી મોટી ઘટનાઓ પણ સર્જાઇ છે.