Team VTV04:08 PM, 25 Jun 22
| Updated: 04:11 PM, 25 Jun 22
એકાઉન્ટ ઓફિસના ઉપરના માળે હોસ્પિટલમાં દર્દીઓ હતા, ફાયરની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવી લીધો
પરિમલ ગાર્ડન પાસે લાગેલી આગ સંપૂર્ણ કાબુમાં લેવાઈ
60થી વધુ લોકોનું રેસક્યૂ કરાયા: ફાયર ચીફ
આગ ક્યા કારણે લાગી તે અંગે તપાસ થશે: ફાયર ચીફ
અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આજે બપોરના સમયે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. આગ લગતા અફરતફરીના માહોલ વચ્ચે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ક્રેન મારફતે આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હવે મહામહેનતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. વિગતો મુજબ એકાઉન્ટ ઓફિસમાં આગ લાગી હતી.
પ્લાયવુડ-સી ફોર્મ વધુ હોવાથી આગ વધી
અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસે આવેલ એપલ હૉસ્પિટલ વાળા કોમ્પલેક્ષમાં એકાઉન્ટ ઓફિસમાં આગ લાગી હતી. ઘટનાને લઈ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ તરફ સર્વર રૂમમાં લાગેલી આગ વિકરાળ બનતા ફાયર જવાનો કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. ઓફિસમાં પ્લાયવુડ-સી ફોર્મ વધુ હોવાથી આગ વધી હતી. આ સાથે ઉપરના માળે હોસ્પિટલમાં દર્દીઓ હતા. એવામાં ફાયરની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.
60થી વધુ લોકોનું રેસક્યૂ કરાયા: ફાયર ચીફ
પરિમલ ગાર્ડન પાસે આવેલ એપલ હૉસ્પિટલ વાળા કોમ્પલેક્ષમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ફાયરના જવાનો દ્વારા પ્રથમ 2 મહિલા અને એક બાળકનું કરાયું રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં 60થી વધુ લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યા હતા.
શું કહ્યું ફાયર ચીફ અધિકારીએ ?
સમગ્ર મામલે ફાયર ચીફ અધિકારીએ જણાવ્યું હતું કે, પરિમલ ગાર્ડન પાસે આવેલ એપલ હૉસ્પિટલ વાળા કોમ્પલેક્ષમાં આગની ઘટના બની હતી. જે બાદ ફાયરની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. કોમ્પલેક્ષની એક એકાઉન્ટ ઓફિસમાં આગ લાગી હતી. જેમાં પ્લાયવુડ-સી ફોર્મ વધુ હોવાથી આગ વધી હતી. ફાયર ચીફે ઉમેર્યું હતું કે, ફાયર સિસ્ટમ હતી અને ચાલુ હતી. બાળક દર્દીઓ-પરિવારને સુરક્ષિત કરી આગ બુઝાવી તમામનું હાઇડ્રોલિક ક્રેન દ્વારા રેસ્કયું કરાયુ. આ સાથે આગ ક્યા કારણે લાગી તે અંગે તપાસ થશે તો એસ્ટેટ વિભાગને માહિતી આપી કાર્યવાહી કરાશે.