મુંબઇની ટ્રાઇડેન્ટ હોટલમાં આગ, લોકોને સુરક્ષિત બહાર કઢાયા

By : admin 08:14 AM, 20 December 2018 | Updated : 08:14 AM, 20 December 2018
મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે મુંબઈના નરીમન પોઈન્ટમાં સ્થિત ટ્રાઈડેન્ટ હોટલમાં અચાનક આગ લાગી ગઈ હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મહત્વનું છે કે આ એજ હોટલ છે.

જેમાં 26/11 મુંબઈ હુમલા વખતે આતંકવાદીઓએ ઘુસણખોરી કરી હતી. આ હોટલમાં આવેલા કપડાના શો રૂમમાં આગ લાગી હતી. જેની જાણ થતાં ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

અને હોટલમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મુંબઇની નરીમન પોઇન્ટમાં આવેલ હોટલ ટ્રાઇડેન્ટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી ગઇ હતી. જો કે હાલમાં ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે.

હોટલમાં આગ લાગવાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે હજુ સુધી કોઇ જાનહાનિ થઇ હોય તેવા કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્રાથમિક અહેવાલ મુજબ રાત્રે 11 વાગે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. Recent Story

Popular Story