બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:35 PM, 13 February 2025
Mahakumbh 2025: ગુરુવારે બપોરે મહાકુંભ મેળા વિસ્તારમાં નાગવાસુકી નજીક એક કેમ્પ ટેન્ટમાં આગ લાગી હતી. જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ ઓલવી નાખી પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા. પ્રથમ નજરે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ અકસ્માત નાગાવાસુકી વિસ્તારમાં થયો હતો જ્યાં સુરક્ષા કર્મચારીઓના તંબુ ગોઠવાયેલા છે.
ADVERTISEMENT
ગુરુવારે બપોરે મહાકુંભ મેળા વિસ્તારમાં નાગવાસુકી નજીક એક કેમ્પ ટેન્ટમાં આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ ઓલવી નાખી પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કર્ણાટક, મહારાષ્ટ્ર, MP સહિતના રાજ્યોમાં નવાજૂનીના એંધાણ, કોંગ્રેસમાં થઇ શકે છે ફેરબદલ
એવું કહેવામાં આવ્યું છે કે નાગવાસુકી વિસ્તારમાં બિંદુ માધવ માર્ગ પર એક પોલીસ કેમ્પ છે, જ્યાં સુરક્ષા કર્મચારીઓ તંબુઓમાં રહે છે. ગુરુવારે બપોરે અચાનક એક તંબુમાં આગ લાગી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા. પ્રથમ નજરે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.