બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / FIR registered against TMC MP Mahua Moitra in Bhopal over her alleged controversial statement on Goddess Kali

રાજનીતિ / મમતાના મહિલા સાંસદે ફિલ્મ કાલી પર બોલતા તો બોલી નાખ્યું હવે ફસાયા, MPની શિવરાજ સરકારે કરી કાર્યવાહી

Hiralal

Last Updated: 03:21 PM, 6 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલી પર વિવાદાસ્પાદ ટીપ્પણી કરનાર TMC સાંસદ મહુઆ મોઈત્રાની સામે ભોપાલમાં ફરિયાદ દાખલ થઈ છે.

  • TMC સાંસદ મહુઆ મોઈત્રા સામે ભોપાલમાં દાખલ થઈ ફરિયાદ
  • ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીને લઈને કરી હતી વિવાદીત ટીપ્પણી
  • ટીપ્પણી દ્વારા ધાર્મિક ભાવના ભડકાવવાનો આરોપ
  • મોઈત્રાએ કહ્યું હતું- કાલી એટલે માંસ અને શરાબ સ્વીકારનાર દેવી

દેવી કાલી પરના નિવેદન બાદ મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઇત્રા સામે કાર્યવાહી કરી છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ભોપાલમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મહુઆ મોઇત્રા વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કલમ 295 એ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 

મોઇત્રાને ટૂંક સમયમાં ભોપાલમાં બોલાવાશે 
એવું પણ જાણવા મળ્યું છે કે ટીએમસી સાંસદ મોઇત્રાને ટૂંક સમયમાં ભોપાલ પોલીસ દ્વારા નોટિસ મોકલીને બોલાવવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે. 

મોઇત્રાએ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવી 
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે મહુઆ મોઇત્રાના નિવેદનથી હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે અને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. મહુઆ સામે ભાજપે મોરચો ખોલ્યો છે. ભાજપે બંગાળમાં મહુઆ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.

મહુઆ મોઇત્રા સામે ભાજપે ખોલ્યો મોરચો
આ પહેલા પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ સુકંતા મજુમદારે મહુઆની ધરપકડની માંગ કરતા કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ મહુઆ મોઇત્રાની ટિપ્પણીથી પોતાને દૂર કરી શકે નહીં. જો ટીએમસી ખરેખર મહુઆના નિવેદનનું સમર્થન નથી કરતી, તો તેઓએ કાર્યવાહી કરવી જોઈએ. "તેઓએ કાં તો તેમને હાંકી કાઢવા જોઈએ અથવા તેમને થોડા દિવસો માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ." તેમણે ઉમેર્યું હતું કે, "અમારી મહિલા મોરચો આ ટિપ્પણી સામે ધરણા કરશે." આ મોરચો પોલીસ સ્ટેશને જશે.

જાણો શું છે આખો મામલો
દક્ષિણ ભારતીય ફિલ્મમેકર લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના પોસ્ટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પોસ્ટરમાં હિંદુ ધર્મમાં માતા કાલીના લુકમાં નજરે ચડી રહેલી એક મહિલાને સિગારેટ પીતી દેખાડવામાં આવી છે. તેના હાથમાં LGBTQ+ સમુદાયનો એક ઝંડો પણ છે. આ વિવાદમાં જ્યારે મહુઆને તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે મારે માટે માતા કાળીના ઘણા રુપ છે. મારે માટે કાલીનો અર્થ માંસ અને શરાબ સ્વીકારનાર દેવી છે. લોકોના અલગ અલગ મત હોય છે પરંતુ મને તેની સામે કંઈ વાંધો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Goddess Kali Case TMC MP Mahua Moitra goddess kali controversy એમપી સીએમ કાલી ફિલ્મ વિવાદ ગોડનેસ કાલી વિવાદ ટીએમસી એમપી મહુઆ મોઈત્રા શિવરાજ સરકાર TMC MP Mahua Moitra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ