બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈવ પર્ફોમન્સમાં મરઘાંનું ગળું કાપ્યું, પછી ગટગટાવ્યું લોહી, ભારતીય સિંગરની શર્મનાક કરતૂત, FIR દાખલ
Last Updated: 10:30 PM, 7 November 2024
લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર મરઘીનું ગળુ કાપીને તેનું લોહી પીનાર સિંગર કોન વાય સોન સામે એફઆઇઆર નોંધાઇ છે. અરુણાચલ પ્રદેશમાંથી આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક સિંગર કોન વાય સોને આ ક્રૂરતાની હદ પાર કરતું કૃત્ય કર્યુ હતું.. તેણે લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર એક મરઘીનું ગળું કાપીને તેની હત્યા કરી હતી અને પછી તેનું લોહી પી લીધું હતું. તેની આ હરકતનો વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાંથી તેની સામે રોષ જોવા મળ્યો હતો. જે બાદ સિંગરે માફી પણ માંગી હતી
ADVERTISEMENT
ADVERTISEMENT
મામલો અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરનો છે. જ્યાં કલાકાર કોન વાઈ સોને આ હરકત કરી હતી.. આ ઘટના 28 ઓક્ટોબર 2024ની છે. જ્યારે કોન વાય સોન પરફોર્મ કરવા માટે રાજ્યની રાજધાની પહોંચ્યા હતા. પછી પ્રદર્શન દરમિયાન કોન વાઈ સોને એક ચિકનની ગરદન કાપી અને પછી લોહી પીધું હતું.
લોકોની ટીકા
કોન વાય સોનનો મરઘીને કાપતો અને બાદમાં તેનું લોહી પીતો વીડિયો સામે આવ્યા બાદ લોકોએ ખૂબ વિરોધ કર્યો અને થોડી જ વારમાં મામલો એટલો વધી ગયો કે પોલીસે કેસ નોંધ્યો. હાલમાં, ગાયકની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે.
પેટાએ પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) એ કોન વાય સોન વિરુદ્ધ FIR નોંધાવી છે ? આ એક એવી સંસ્થા છે જે પ્રાણીઓના કલ્યાણ માટે કામ કરે છે. આ ઘટના અંગેની FIR નોંધી લેવાઇ છે.
કોન વાય સોન કોણ છે, માફી માંગી
કોન વાય સોન અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લાના સેપ્પાનો રહેવાસી છે. તે વ્યવસાયે સંગીતકાર છે. તેની પાસે kon_waii_son_official નામનું Instagram ID છે જ્યાં તે પોતાને એક કલાકાર કહે છે. કોને એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે.તેણે આ ઘટનાનો ઉલ્લેખ કરીને તમામ સંસ્થાઓની પણ માફી માંગી છે.
આ પણ વાંચોઃ '6 લોકોને સોપારી આપી દીધી છે, તારા છેલ્લા દિવસો બચ્યાં', પપ્પુ યાદવને મળી ફરી ધમકી, ચેટ વાયરલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.