બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / fir lodged against captain cool m s dhoni in bihar begusarai

વિવાદ / કેપ્ટન કૂલ સામે દાખલ થયો કેસ, જાણો કયા મામલામાં ફસાયા મહેન્દ્ર સિંહ ધોની

Premal

Last Updated: 04:28 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વખત ચર્ચામાં આવ્યાં છે. આ વખતે ધોની સામે બિહારના બેગૂસરાયમાં કેસ નોંધાય છે. આ કેસ પૈસાની છેતરપિંડી સાથે જોડાયેલો છે.

  • મહેન્દ્ર સિંહ ધોની સામે બિહારના બેગુસરાયમાં નોંધાયો કેસ
  • એક ખાતર વેચનારે નોંધાવ્યો કેસ, છેતરપિંડીનો આરોપ
  • 30 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થયો

કંપની પર છેતરપિંડીનો આરોપ 

આ કેસમાં ધોની સિવાય અન્ય 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. આ કેસ એક ખાતર વેચનારે નોંધાવ્યો છે. આરોપ છે કે 30 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થયો તેથી કેસ કરવો પડ્યો. ખરેખર આ બે કંપનીઓ વચ્ચેનો વિવાદ છે. એસકે એન્ટરપ્રાઈઝ બેગુસરાય નામની એજન્સીની સાથે એક ખાતરની કંપનીએ પોતાના ઉત્પાદનના વેચાણ માટે કરાર કર્યો હતો. કંપની તરફથી એજન્સીને ખાતર તો મોકલવામાં આવ્યું પરંતુ ત્યાંથી માર્કેટિંગમાં સહયોગ ના આપવામાં આવ્યો. ત્યારબાદ એજન્સીના માલિક નીરજ કુમાર નિરાલાએ કંપની પર અસહયોગનો આક્ષેપ કરી કહ્યું કે જેના કારણે તેમને નુકસાન થયુ છે. 

બાઉન્સ થયો 30 લાખનો ચેક

એજન્સીએ પ્રોડક્ટ માટે કંપનીને 36.81 લાખની ચૂકવણી કરી. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કારણે એજન્સીમાં માલ ફસાઈ ગયો. ત્યારબાદ ફરિયાદ કર્યા બાદ કંપનીએ એજન્સીમાં ફસાયેલુ ખાતર પાછુ લઇ લીધુ અને બદલામાં 30 લાખનો ચેક આપ્યો. માલિકે જ્યારે ચેક બેન્કને મોકલ્યો તો બાઉન્સ થયો. જેની સુચના વારંવાર આપ્યાં બાદ કંપનીના અધિકારી અથવા પ્રતિનિધિએ ધ્યાન ના આપ્યું. 

આ 7 લોકોની સામે નોંધાયો કેસ

આ કેસમાં નીરજ કુમાર નિરાલાની તરફથી પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે-સાથે કંપનીના સીઈઓ રાજેશ આર્ય, સ્ટેટ હેડ અજય કુમાર, માર્કેટિંગ હેડ અર્પિત દૂબે, એમડી ઈમરાન જફર, માર્કેટીંગ મેનેજર વંદના આનંદ અને નિર્દેશક મહેન્દ્ર સિંહ સહિત 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ