બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / fir and fine for inviting more than 100 guests in marriage ceremony coronavirus pandemic guidelines

મોટા સમાચાર / લગ્નમાં મહેમાનોની ગણતરી માટે ટીમ તૈયાર, 100થી વધારે લોકો હશે તો FIR અને દંડ, અહીં નોંધાયી પહેલી FIR

Dharmishtha

Last Updated: 10:30 AM, 26 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ ઉઠી એકાદશી બાદથી લગ્નની સીઝન સરુ થઈ ગઈ છે. ભારતમાં એકમાત્ર એક દેશ છે. જ્યાં લગ્ન પણ એક તહેવારની જેમ હોય છે. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે લગ્ન પર અનેક પ્રતિબંધ લાદ્યા છે. ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 200 લોકો જ ભાગ લઈ શકે છે. રાજ્ય સરકારો મહેમાનોની સંખ્યાનો હિસાબથી 100થી વધારે અથવા તેનાથી ઓછી પણ કરી શકે છે. દિલ્હી સરકારે કોરોનાને લીધે લગ્નમાં આવનારા મહેમાનોની સંખ્યા 50 કરી નાંખી છે. આ મહેમાનો ઉપરાંત ફોટોગ્રાફર, વીડિયોગ્રાફરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફક્ત કેટરિંગ કરનારાઓની ગણતરી 100માં કરવામાં આવી નથી.

  • મેરઠમાં દાખલ થઈ પહેલી એફઆઈઆર
  • આયોજન કર્તા પર 25 હજાર રુપિયાનો દંડ લાગશે
  • મહામારી અધિનિયમના ભંગ કરવા તથા માનવ જીવનને સંકટમાં મુકવા હેઠળ કેસ ચલાવી શકાય

લગ્નમાં મહેમાનોની સંખ્યા પર નજર રાખવા માટે અલગ અલગ શહેરોમાં ટીમો તૈયાર કરવામાં આવી છે. લગ્નમાં 100થી વધારે વ્યક્તિઓ જોવા મળ્યા તો આયોજન કર્તા પર 25 હજાર રુપિયાનો દંડ લાગશે. આ ઉપરાંત મહામારી અધિનિયમના ભંગ કરવા તથા માનવ જીવનને સંકટમાં મુકવા હેઠળ એફઆઈઆર દાખલ કરીને કેસ ચલાવી શકાય  છે. આ સંબંધમાં તમામ મેજિસ્ટ્રેટ અને ક્ષેત્રના અધિકારીઓને જરુરી નિર્દેશો જારી કરી દીધા છે.

મેરઠમાં દાખલ થઈ પહેલી એફઆઈઆર

ઉત્તર પ્રદેશના મેરઠમાં લગ્ન સમારોહ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવું પરિવારજનોને ભારે પડ્યું છે. અહીં વર વધૂના પિતાની સાથે ગેસ્ટ હાઉસના માલિકની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.  એએસપી કેન્ટ ઈર્જ રાજાનું કહેવું છે રે લગ્ન સમારોહ દરમિયાન બેન્ડ વગેરે મળીને 100થી વધારે સંખ્યા ન થવી જોઈએ પરંતુ અહીં 300થી 350 લોકો જોવા મળ્યા હતા. જેથી આ કાર્યવાહી કરવામાં આવી છે. લગ્નમાં સેનેટાઈઝરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોંતી, પોલીસે સ્થળ પર પહોંચી તેનો વીડિયો બનાવ્યો તથા ઓફિસરોને માહિતી આપી હતી. આ માહિતીના આધારે 3 લોકો પર કેસ દાખલ કરવામા આવ્યો છે.

લગ્ન પ્રસંગમાં આ નિયમોનું પાલન કરવું જરુરી 

  • સમારોહ સ્થળ પર 100થી વધારે લોકો ન હોવા જોઈએ
  • ગેટ પર થર્મલ સ્કેનિંગથી આવનારા લોકોનું તાપમાન માપવાનું રહેશે, 100થી વધારે તાપમાનવાળા લોકોને એન્ટ્રી નહીં
  • ગેટ પર સેનેટાઈઝર તથા હેન્ડવોર્શની વ્યવસ્થા કરવાની રહેશે
  • સમારોહ સ્થળ પર કુર્સિઓને સેનેટાઈઝ કરવાની રહેશે
  • સમગ્ર સમારોહની વીડિયોગ્રાફી કરાવવાની રહેશે
  • પ્રસંગમાં માસ્ક ફરજિયાત 
  • પ્રસંગમાં સ્થળ પર ઓછામાં ઓછા 200 લોકોની જગ્યા હોવી જોઈએ જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય
  • જરુર પડવા પર પ્રશાસન પણ વીડિયોગ્રાફી કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus FIR guidelines એફઆઈઆર કોરોના વાયરસ મેરઠ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ