રાજમોતી ઓઈલ મીલના માલિક સમીર શાહ સામે નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ

By : kavan 02:13 PM, 16 May 2018 | Updated : 02:35 PM, 16 May 2018
રાજકોટ: રાજમોતી ઓઈલ મીલના માલિક અને સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. મારૂતિ પ્રોટિન્સના માલિક જયંતીભાઈ ડેડાણીયાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં સમીર શાહ સહીત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ સિવાય કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના પુત્ર ભવદીપ વાળાએ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી જણાવેલ કે રાજકોટ રાજમોતી ઓઈલ મીલના માલિક અને સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના પ્રમુખ બે વાર ચેક પર બોગસ સહી કરી છેતરપિંડી આચરી છે.ઉલ્લેખનીય છે કે,જયંતીભાઈએ ગત તા. 3, 4 અને 5ના રોજ સીંગ તેલ, કપાસિયા તેલ સહિતના તેલનો માલ આપવામાં આવ્યો હતો જેની કિંમત 43 લાખ 65 હજાર છે. આ માલ સુરત, બારડોલી, નવસારી સહિત અન્ય જગ્યાએ પહોંચાડવાનો હતો પણ સમયસર માલ ના પહોંચાડાતા ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના પગલે આજીડેમ પોલીસે પોલીસે આઈપીસી કલમ ૪૦૬ , ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી સમીર શાહ સહીત તમામ આરોપી ને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે, 

આપને જણાવી દઇએ કે, સમીર શાહ પોતાની જ કંપનીના મેનેજરની હત્યાના ગુનામાં હાલ જામીન પર મુક્ત છે. એટલું જ નહીં ગત તા. 11ના રોજ ચેક રિટર્ન કેસમાં પણ સમીર શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના મામલે રાજકોટ પોલીસે જામીન પર મુક્ત થયેલા રાજકોટની જાણીતી રાજમોતી ઓઇલ મીલના માલિક અને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહની ધરપકડ કરવા સૂત્રો ગતિમાન કર્યા છે. Recent Story

Popular Story