બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કપલોના 'કામસુખ' માટે જાણીતી હોટલના માલિકે જ કરી નાખ્યો મોટો કાંડ, દેશમાં મચ્યો હડકંપ, જાણો મામલો
Last Updated: 05:01 PM, 14 April 2025
ઓયો હોટલના ફાઉન્ડર રિતેશ અગ્રવાલની સામે 22 કરોડના ફ્રોડમાં એફઆઈઆર દાખલ થઈ છે. જયપુરમાં હોટેલ સંચાલકોએ ઓનલાઈન હોટેલ બુકિંગ કંપની ઓયો રૂમ્સ પર તેમની હોટલોમાં છેતરપિંડી કરીને બુકિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ નકલી બુકિંગ બનાવીને ઓયોએ તેની કમાણી વધારે દેખાડી હતી, તેને પરિણામે હોટલોને GST વિભાગ તરફથી કરોડો રૂપિયાની કર વસૂલાત, દંડ અને વ્યાજ ચાર્જનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
કેવી રીતે કરાયું હતું બુકિંગ
એક હોટલે આદર્શનગર પોલીસ સ્ટેશનમાં ઓયો કંપનીના ડિરેક્ટર રિતેશ અગ્રવાલ વિરુદ્ધ FIR નોંધાવી છે. હોટેલ ફેડરેશન ઓફ રાજસ્થાનના પ્રમુખ હુસૈન ખાને આ અસામાન્ય કેસને હોટેલ ઉદ્યોગ માટે વધતી જતી સમસ્યા ગણાવી હતી. દરમિયાન, કન્વીનર સંદીપ ગોગિયાએ જણાવ્યું હતું કે 100 હોટલોને GST નોટિસ મળી છે. જોધપુરમાં પણ, છેલ્લા છ મહિનામાં, 10 થી વધુ હોટેલ સંચાલકોને SGST અને CGST તરફથી નોટિસ મળી છે. હોટલના રૂમ બુક કરાવવા અને પછી રદ કરવાના નામે મોટા પાયે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. એક હોટલને તો આશરે ₹1 કરોડની નોટિસ પણ મળી છે. હોટલ ઓનલાઈન બુક કરવામાં આવે છે અને પછી તરત જ રદ કરવામાં આવે છે. આ માટે GST ચાર્જ વસૂલવામાં આવે છે, જે હોટલ સંચાલકોએ ભોગવવો પડે છે. 2016 માં હોટેલ અસ્તિત્વમાં નહોતી, છતાં બુકિંગ દર્શાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
₹22.51 કરોડનું નકલી બુકિંગ
સંસ્કાર રિસોર્ટના ડિરેક્ટર મદન જૈને જણાવ્યું હતું કે ઓયોએ તેમના રિસોર્ટમાં કુલ ₹22.51 કરોડનું બુકિંગ બતાવ્યું હતું. આ કારણે, GST વિભાગે ₹2.66 કરોડની ચુકવણીની માંગણી કરી છે. નોંધનીય છે કે, ઓયોએ 2016 માં પણ સંસ્કારમાં બુકિંગ બતાવ્યું હતું, જ્યારે હોટેલ અસ્તિત્વમાં જ નહોતી. એક વર્ષમાં કમાણી 44 કરોડ દર્શાવવામાં આવી હતી. કાર્તિકેય હોટેલના સંચાલક નીતિને જણાવ્યું હતું કે GST વિભાગે 2023-24 માટે ₹44 કરોડની કમાણી દર્શાવી હતી. ₹4 કરોડની વસૂલાતની નોટિસ મળી છે.
ઓયો કપલોને રુમ ભાડે આપવા માટે બદનામ
ઉલ્લેખનીય છે કે ઓયો હોટલ્સ કપલોને રુમ ભાડે આપવા માટે ખૂબ બદનામ છે અને આ અંગે હોબાળો પણ ખૂબ મચ્યો હતો જે પછી એક ઠેકાણે ઓયોવાળાએ અપરિણીત કપલોની હોટલ એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.