બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Mobikwik IPO GMP Price: છેલ્લા દિવસે તોફાની સ્પીડથી વધ્યું સબસ્ક્રિપ્શન, રોકાણકારોને ડબલની આશા

IPO ન્યૂઝ / Mobikwik IPO GMP Price: છેલ્લા દિવસે તોફાની સ્પીડથી વધ્યું સબસ્ક્રિપ્શન, રોકાણકારોને ડબલની આશા

Last Updated: 10:27 AM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિટેલ રોકાણકારોનો MobiKwikના IPOમાં સૌથી વધુ રસ. પ્રથમ બે દિવસમાં જ રિટેલ રોકાણકારોએ આ IPO માટે 68.88 ઘણું કર્યું 'સબ્સ્ક્રાઇબ', જાણો શું છે આ IPOનો હાલ.

ફિનટેક કંપની Mobikwikના IPOમાં નિવેશ કરવા રોકાણકારો તાબડતોબ ઉમટી પડ્યા. બુધવાર, 11 ડિસેમ્બરના રોજ ખુલેલા આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાનો આજે છેલ્લો દિવસ છે. આ IPOને પ્રથમ બે દિવસમાં 21.67 ઘણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. એવું માનવામાં આવે છે કે, Mobikwikના IPOનું સબસ્ક્રિપ્શન છેલ્લા દિવસે નોંધપાત્ર રીતે વધી શકે છે.

રિટેલ રોકાણકારો તરફથી 68.88 ઘણું સબ્સ્ક્રિપ્શન

રિટેલ રોકાણકારો MobiKwikના IPOમાં સૌથી વધુ રસ દાખવી રહ્યા છે. પ્રથમ બે દિવસમાં રિટેલ રોકાણકારોએ આ IPO માટે 68.88 ઘણું સબ્સ્ક્રાઇબ કર્યું છે. રિટેલ રોકાણકારો પછી, NII કેટેગરીના રોકાણકારોએ આ IPO માટે 31.75 ઘણું સબ્સ્ક્રાઇબ કર્યું છે. જો કે, QIB કેટેગરીના રોકાણકારોએ આ IPOમાં વધુ રસ દાખવ્યો નથી અને માત્ર 0.89 ઘણું સબ્સ્ક્રાઇબ કર્યું છે.

વધુ વાંચો સોનાના ભાવમાં કડકડતી તેજી! 3 દિવસના ભાવે સરાફા બજારને ધ્રુજાવ્યું, જાણો આજના લેટેસ્ટ રેટ

2,05,01,792 નવા શેર IPO હેઠળ જારી કરવામાં આવશે

MobiKwik આ IPO દ્વારા રૂ. 572.00 કરોડ એકત્ર કરવા માંગે છે. આ IPO હેઠળ કુલ 2,05,01,792 નવા શેર જારી કરવામાં આવશે. આ IPOમાં OFS સામેલ નથી. આ એક મેઈનબોર્ડ IPO છે, જે BSE અને NSE બંને મુખ્ય એક્સ્ચેન્જ પર લિસ્ટ થશે. આજે IPO બંધ થયા બાદ, શેરનું એલોટમેન્ટ 16મી ઓગસ્ટના રોજ સોમાવરે થશે. એલોટેડ થયેલ લોકોને આ શેર 17મી ડિસેમ્બરે પોતાના ડીમેટ ખાતામાં જોવામાં મળશે. શેરબજારમાં કંપનીનું લિસ્ટિંગ 18 ડિસેમ્બરે થવાનું છે.

જીએમપી પ્રાઇસે પકડી છે, 'ઝડપ'

ફિનટેક કંપનીના IPOને રોકાણકારોનો જબરદસ્ત ટેકો મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં પણ કંપનીના શેરનો ક્રેઝ જબરદસ્ત છે. શુક્રવાર, 13 ડિસેમ્બરના રોજ MobiKwikના શેર રૂ. 156 (55.91 ટકા) ના પ્રીમિયમ સાથે ગ્રે માર્કેટમાં પ્રિમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. જો કે, તેની જીએમપી કિંમત લિસ્ટિંગના સમયે ઘણી વધી શકે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO MobikwikIPO Stock Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ