બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:04 AM, 5 June 2023
ADVERTISEMENT
દર્દી જ્યારે ડૉક્ટરની પાસે જાય છે તો સૌથી પહેલા તે આંખો, જીભ અને નખને જુએ છે. હકીકતે શરીરના ત્રણે અંગ અતિ સંવેદનશીલ હોય છે અને બીમારીઓના લક્ષણ સૌથી પહેલા તેમાં દેખાય છે. નખનો રંગ બદલાવવો પણ ઘણી બીમારીઓના સંકેત છે. જો નખનો રંગ બદલાવવા લાગે તો આ સ્કિન કેન્સરના પણ લક્ષણ હોઈ શકે છે.
ADVERTISEMENT
અમેરિકનની વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે સ્કિન કેન્સરની આશંકા હોવા પર લોકો સૌથી પહેલા સ્કિનની તપાસ કરે છે અને નખમાં પણ તેના સંકેત જોવા મળે છે. જો સતર્કતાની સાથે તેને જોવામાં આવે અને ઓળખ કરવામાં થોડુ જ્ઞાન હોય તો સરળતાથી સ્કિન કેન્સરના લક્ષણને નખમાં જોઈ શકાય છે.
વેબસાઈટના અનુસાર સ્કિન કેન્સરના સૌથી ઘાતક રૂપ મેલોનોમા હોય છે અને તેના સંકેતને નખ અને પગની આંગળીઓમાં નીચે અને આસપાસ જોઈ શકાય છે. વૃદ્ધોમાં આ કેન્સરનો ખતરો સૌથી વધારે હોય છે. આવો જાણીએ તેને કઈ રીતે ઓળખશો.
હાથ અને પગના નખના રંગમાં ફેરફાર
એકેડમી ઓફ ડર્મેટોલોજીના અનુસાર જ્યારે હાથ કે પગના અંગૂઠામાં નખનો રંગ મટમેલો કે ભૂરો થઈને ઉંડી કાળી પટ્ટીઓની જેમ લાઈનો દેખાવવા લાગે તો આ મેલોનોમા કેન્સરની નિશાની હોઈ શકે છે. તેમાં જેમ જેમ નખ ઉપર ઉઠે છે તેના ઉપર સફેદ કિનારો લાંબો દોખાવવા લાગે છે.
જ્યારે પગ કે હાથના નખ વચ્ચે વચ્ચેથી ફટવા લાગે છે તો પણ તે કેન્સરના લક્ષણ હોઈ શકે છે. જોકે ઘણા લોકોને કોલેસ્ટ્રોલ થવા પર પણ એવું થઈ શકે છે. તે પહોળુ ઉંડુ કે પાતળુ હોઈ શકે છે.
નખમાં ફેરફાર દેખાવવા પર લો ડૉક્ટરની સલાહ
આ બધી વાતોના ઉપરાંત જરૂરી નથી કે આ નિશાન કેન્સરના હોય. અમુક અન્ય બીમારીઓમાં પણ આવા નિશાન થઈ શકે છે. પરંતુ કેન્સર અને અન્ય બીમારીઓના લક્ષણોમાં એક અંતર છે. જ્યારે આ નિશાન અન્ય બીમારીઓમાં જોવા મળે તો તે ઠીક પણ હોઈ શકે છે કે આ દવા લેવાથી સારૂ થઈ જાય છે પરંતુ જે સ્કિન કેન્સર વાળા લક્ષ્ણ નખમાં છે તો તે ઠીક નથી. આવી સ્થિતિમાં પહેલા ડૉક્ટરને બતાવવું જ યોગ્ય રહેશે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.