Findings from AIIMS study: Doctors need to be humane, otherwise laughter can be avoided
અહેવાલ /
AIIMS ના સ્ટડીનું તારણ: ડોકટરોની આ વાત માનવી જરૂરી, નહિ તો હસવામાંથી ખસવું થઈ શકે
Team VTV11:14 PM, 13 Oct 20
| Updated: 11:15 PM, 13 Oct 20
કોરોના વાયરસના ચેપને રોકવા માટે WHO દ્વારા અનેક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે, જેથી ખોટી માન્યતાઓને ટાળીને બધા લોકોને કોરોના વિશે યોગ્ય રીતે માહિતગાર કરી શકાય. તે જ સમયે, વિશ્વના ઘણા ડોકટરો અને સંશોધન સંસ્થા પણ કોરોના વાયરસથી સંબંધિત વિવિધ પાસાઓ પર સંશોધન કરી રહ્યા છે.
કોરોના વાયરસના સંક્રમણને લઈને AIIMS નું તારણ
મોટે મોટે હસવાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ
મોટે મોટે હસવાથી કોવિડ 19 ના ડ્રોપલેટ્સ ફેલાય છે
તાજેતરમાં એક આવું જ રિસર્ચ ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ ( Indian Council of Medical Research ICMR )અને નવી દિલ્હીની All India Institute Of Medical Sciences ના ડોકટરોની એક વિશેષ ટીમે હાથ ધર્યા હતા, જેમાં એવું તથ્ય સામે આવ્યું હતું કે મોટેથી હસતા લોકોથી કોવિડ -19 નું સંક્રમણ ખૂબ જ સરળતાથી ફેલાઈ શકે છે.
હાસ્યથી કોરોના કેવી રીતે ફેલાય છે ?
ડોકટરો દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇન્સ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ મોટેથી હસે છે, ત્યારે કેટલીક વખત તેના મોંમાંથી કેટલાક ટીપાં નીકળે છે જે ખાંસી અને છીંક આવવા દરમ્યાન બહાર નીકળેલા ટીપાં અથવા કે ડ્રોપલેટ્સ જેવા જ હોય છે.
ડોકટરો કહે છે કે જો તમે એવા લોકોની નજીક છો જે મોટેથી અને ખૂબ જ મોટેથી હસે છે, તો લોકોએ તેમનાથી સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે જો આવા લોકો કોવિડ -19 સંક્રમિત હશે તો તેઓ ડ્રોપલેટસ ફેલાવે છે. જેમાં કોરોના વાયરસ હોઈ શકે છે, જે શ્વાસ દરમિયાન પાસેના વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે.
સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જ હિતાવહ છે
સોશિયલ ડિસ્ટન્સ ને અનુસરવુ અને આવા લોકોથી 1 મીટરનું અંતર રાખવું જરૂરી છે. ઘરની બહાર ન નીકળવાનો પ્રયાસ ન કરતાં અને એક્સ્ટ્રીમ સંજોગોમાં જ બહાર નીકળવું જોઈએ.
બહાર જતા હોય તો કોઈપણ સપાટીને સ્પર્શવુ હિતાવહ નથી. ઉધરસ અને છીંક આવનારા લોકોની સાથે, હવે તે લોકોથી પણ અંતર રાખવું જરૂરી બની જાય છે કે જે મોટેથી હસે છે. આ સિવાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અને ડોક્ટર તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલ તમામ ગાઈડલાઇન્સનું પાલન કરવું જરૂરી છે.