બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / નાના બાળકો કે વડીલો? જાણો કઈ ઉંમરના લોકોને HMP વાયરસથી વધારે ખતરો
Last Updated: 08:16 PM, 11 January 2025
HMPV નામના વાયરસે વિશ્વની ચિંતા વધારી છે એવામાં મુંબઈમાં બુધવારે HMPVનો બીજો કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં આઠ HMPV કેસ નોંધાયા છે. શ્વસન રોગના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને દેખરેખ વધારવાની સલાહ આપી છે. ઝારખંડના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારીએ બુધવારે રાજ્યભરમાં HMPVના ફેલાવાને રોકવા માટે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો હતો. તેમને અધિકારીઓને રાજ્યભરના રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટ પર કડક દેખરેખ માટે તબીબી ટીમો તૈનાત કરવા પણ કહ્યું હતું.
ADVERTISEMENT
ડૉ. અન્સારીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, "આ વાયરસ 5 થી 70 વર્ષની વયના લોકો માટે ખતરનાક છે. તેના લક્ષણો કોવિડ-19 જેવા જ છે. તેમને આરોગ્ય અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ તબીબી ટીમો તૈનાત કરે જેથી સંભવિત કેસોની તપાસ કરી શકાય". સોમવારે કર્ણાટકના બેંગલુરુમાં તેના બે કેસ નોંધાયા હતા. તો ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ ત્રીજો કેસ પોઝિટિવ આવ્યો હતો.
ADVERTISEMENT
HMPVએ એક શ્વસન રોગ છે. જેમાં વાયરસ શ્વસન માર્ગમાં પ્રવેશ કરે છે જે નીચલી અને ઉપલી શ્વસન નળીમાં ઇન્ફેક્શનનું કારણ બને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ દેશોમાંથી આવા કેસ નોંધાયા છે. HMPV માટે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ ઈલાજ નથી તેના ફેલાવાને નિયંત્રિત કરવા રોકથામ જ એક ઉપાય છે.
HMPV સંક્રમણના સામાન્ય લક્ષણોમાં ખાંસી, શરદી, તાવ વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, સંક્રમણથી શ્વાસ લેવામાં તકલીફ અને નાક બંધ થવાનું કારણ પણ બની શકે છે.
HMPV સંક્રમણને રોકવા માટે લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે લોકોએ નિયમિતપણે હાથ ધોવા જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ, માસ્ક પહેરવા જોઈએ. જો તમને HMPV સંબંધિત લક્ષણો દેખાય તો તમને અલગ રહેવાની સલાહ આપવામાં આવે છે.
એક્સપર્ટ અનુસાર, આ વાયરસ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધોને ખૂબ જ ઝડપથી અસર કરે છે. આ વાયરસનો સમયગાળો ત્રણ થી છ દિવસનો હોય છે. તેના લક્ષણો તાવ, શરદી અને ખાંસી છે. જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તે લોકોને તે ઝડપથી અસર કરે છે. તેમને ICUમાં પણ દાખલ કરવા પડી શકે છે. હ્યુમન મેટાન્યૂમોવાયરસ માટે કોઈ રસી નથી. તેની એન્ટિ-વાયરલ દવા પણ નથી. આથી જ અત્યાર સુધી સામે આવેલા તમામ કેસોમાં દર્દીની સારવાર લક્ષણોના આધારે કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT