Find out what was revealed about Bhanuswami by SP Swami
બોટાદ /
ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન SP સ્વામી દ્વારા જાણો ભાનુસ્વામી અંગે શું કરાયો ઘટસ્ફોટ
Team VTV04:25 PM, 23 Jan 21
| Updated: 04:32 PM, 23 Jan 21
બોટાદ ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન SP સ્વામી દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ભાનુપ્રકાશ સ્વામીના સાધુ હોવા મુદ્દે સવાલો ઉભા કરાયા છે.
ગઢડા મંદિરના પુર્વ ચેરમેન SP સ્વામીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
ભાનુપ્રકાશ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે જ નહીં
ભાનુ પ્રકાશ સ્વામીને ધર્મના વડાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી દૂર કર્યા છે
બોટાદ ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન SP સ્વામી દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ભાનુપ્રકાશ સ્વામીના સાધુ હોવા મુદ્દે સવાલો ઉભા કરાયા છે. ભાનુપ્રકાશ સ્વામીના સંતપણાની માન્યતાને લઈ નવા ખુલાસા કરાયા છે. SP સ્વામીએ આક્ષેપ કરતા કહ્યું કે, વર્ષ 1997/98માં તેમને સંપ્રદાયમાંથી દૂર કરાયા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના વડાએ ભાનુપ્રકાશને સંસ્થામાંથી દૂર કરાયા હતા.
આ સાથે SP સ્વામીએ જણાવ્યું કે, જ્યારે સંપ્રદાયમાંથી ભાનુપ્રકાશ સ્વામીને સંતપણામાંથી હટાવી દેવાયા છે. ત્યારે તેમની પાસે મંદિરના કોઈ હક રહેતા નથી. ભાનુપ્રકાશ સ્વામી હાલ દેવપક્ષની સાથે ઓફિસમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. જે એક રીતે અયોગ્ય છે.
આ સાથે ગઢડા ગામને તીર્થ મુડિયા કહીને ગઢડાના નાગરિકોનું અપમાન કર્યું ચર્ચા સામે આવી છે. આ મુદ્દે ગઢડા ગામ પણ સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.