કંગના રનૌત અને શિવસેના વચ્ચેનો વિવાદ વધુને વધુ ઉગ્ર સ્વરૂપ લઇ રહ્યો છે. કંગનાના સમર્થન માટે કરણીસેનાના સભ્યો પણ મેદાને પડ્યા છે.
કંગના રનૌત અને શિવસેના વચ્ચે ચાલી રહ્યો છે તણાવ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ઘણી પોસ્ટ
મહારાષ્ટ્ર સરકાર અને એક બૉલીવુડ અભિનેત્રીનો જંગ
હાલ કંગના અને શિવસેના વચ્ચેનો વિવાદ વકરતા આ મુદ્દો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ બન્યો છે. સોશિયલ મીડિયા ઉપર કંગનાને જો કે ભારે સમર્થન મળી રહ્યું છે, પરંતુ આ મુદ્દાને લઈને ઘણી એવી માહિતીઓ પણ વાયરલ થઈ રહી છે જેને તપાસવી જરૂરી બની જાય છે.
એક મેસેજ બન્યો છે વાયરલ
એવામાં એક વાયરલ મેસેજ ફરી રહ્યો હતો કે શિવ સેનાએ BMC તરફથી કંગનાની તોડી પાડેલી ઓફિસને ફરી ઉભી કરવા માટે અંબાણી પરિવાર મદદ કરવા જઈ રહ્યો છે. આ મેસેજમાં એવો પણ ઉલ્લેખ છે કે આ માટે અંબાણી પરિવાર 200 કરોડ રૂપિયાની મદદ કરવા જઈ રહ્યું છે. આ નિવેદન નીતા અંબાણીએ આપ્યું છે એવો દાવો કરવામાં આવ્યો છે.
જો કે આ મુદ્દે તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ નિવેદન એક અફવા માત્ર છે. આવું કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. અંબાણીની માલિકીના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પણ આ મેસેજને બનાવટી અને ફેક ગણાવ્યો છે.