Find out how much your salary increased with a 3% DA increase
એનાલિસિસ /
કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકા વધારો, જુઓ હવે વધીને કેટલો આવશે પગાર, જાણો સમગ્ર હિસાબ
Team VTV08:23 PM, 30 Mar 22
| Updated: 08:50 PM, 30 Mar 22
3 ટકાના લેટેસ્ટ ડીએ વધારા બાદ 18000 રુપિયાનો પગાર મેળવતા કેન્દ્રીય કર્મચારીને મહિને 6,120 રુપિયાનો વધારો મળી શકે.
કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં કરાયો 3 ટકાનો વધારો
ડીએ 31 ટકાથી વધીને 34 ટકા થયું
18 હજાર પગાર મેળવનાર કેન્દ્રીય કર્મચારીને મહિને મહિને 6,120 રુપિયાનો વધારો મળી શકે
કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 34 ટકા મોંઘવારી ભથ્થું (ડીએ) અને પેન્શનરોને મોંઘવારી રાહતને મંજૂરી આપી દીધી છે. ડીએમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે. મોંઘવારી ભથ્થાનો નવો દર હવે અગાઉના 31 ટકાથી 34 ટકા રહેશે. ડીએમાં આ વધારો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે.
ડીએની ગણતરી કેવી રીતે કરવી
ડીએની ગણતરી 2021 ના મહિનાઓ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએની ગણતરી અગાઉ બેઝ યર ૨૦૦૧ સાથેના ગ્રાહક ભાવાંકના આધારે કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2020ની ગણતરી કરવા માટે સરકારે ડીએને બેઝ યર 2016 નવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સાથે બદલ્યું. આ જોડાણ પરિબળનો ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે કરવામાં આવશે.
18 હજાર મેળવતા કર્મચારીને દર મહિને મળશે વધારાના 6,120 રુપિયા
જો કેન્દ્ર સરકારના કર્મચારીને દર મહિને 18,000 રૂપિયા મળે છે, તો તેના પગારમાં ડીએમાં 3 ટકાનો વધારો થશે. 34 ટકા ડીએ સાથે કર્મચારીને માસિક પગારમાં 6,120 રૂપિયાનો ઉછાળો જોવા મળશે. ડીએ બેઝિક પગાર સાથે જોડાયેલું છે. તો, ડીએમાં વધારો થવાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના માસિક પ્રોવિડન્ટ ફંડ (પીએફ) અને ગ્રેચ્યુઇટીની રકમમાં પણ વધારો થશે.
સમજો આ ઉદાહરણથી
ધારો કે તમારો બેસિક પગાર 10 હજાર અને ગ્રેડ પે 1 હજાર હોય તો કુલ 11 હજાર પગાર થવા જાય. હવે વધેલા 34 ટકા મોંઘવારી ભથ્થાના હિસાબે જોઈએ તો આ 3740 રુપિયા થયું. બધાને સામેલ કરી લેવાથી તમારી ટોટલ સેલેરી 14,740 રુપિયા જાય.પહેલા 31 ટકા ડીએના હિસાબે તમને 14,410 રુપિયાનો પગાર મળતો હતો. હવે ડીએ 31 ટકાથી વધીને 34 ટકા થતા દર મહિને 330 રુપિયાનો ફાયદો થયો.
DA વધારા સાથે જોડાયેલી મુખ્ય 3 બાબતો
(1) 3 ટકા મોંઘવારી ભથ્થું વધારવાને કારણે કેન્દ્રની તિજોરી પર પડશે 9,544.50 કરોડનો બોજો
(2) સાતમા પગાર પંચને આધારે 3 ટકા ડીએ વધારો અપાયો
(3) 47.68 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને મળશે લાભ
મોંઘવારીથી પરેશાન કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી રાહત આપી
મોંઘવારીથી પરેશાન કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી રાહત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જાન્યુઆરી, 2022 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 3% નાં વધારાને મંજૂરી આપી દીધી છે. અગાઉ ઓક્ટોબર 2021 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 28% થી વધારીને 31% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારા બાદ DA વધીને 31 ટકા થઈ જશે.