બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે LICમાં નોકરીની શાનદાર તક, પગાર સહિતની વિગતો જાણો
Last Updated: 07:54 PM, 3 August 2024
ભારત સરકારના સાહસ LICમાં ખાલી જગ્યા માટે ભરતી પડી છે. લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જૂનિયર આસિસ્ટન્ટની પોસ્ટની ભરતી પડી છે. ઇચ્છુક ઉમેદવાર તેની ઓફિશિયલ વેબસાઈટ lichousing.com પર જઈને એપ્લાય કરી શકે છે.
ADVERTISEMENT
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં જૂનિયર આસિસ્ટન્ટની 200 પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે. જેમાં માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી 60 ટકા માર્ક્સ ધરાવતા ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. સાથે તેમને કોમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ.
ADVERTISEMENT
અહીંયા ફોર્મ ભરવાની શરૂઆત 25 જુલાઈથી થઈ હતી. જેમાં ઉમેદવાર 14 ઓગસ્ટ 2024 સુધી એપ્લાય કરી શકે છે. ફોર્મ ભરનાર દરેક વ્યક્તિએ 800 રૂપિયા ચાર્જ અને 18 ટકા GST ભરવો પડશે. જૂનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે 21 થી 28 વર્ષ સુધીના લોકો જ ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં બે તબક્કામાં પરીક્ષા રાખવામાં આવી છે. પહેલા લેખિત અને બાદમાં ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ત્યાર બાદ સિલેક્શન થશે. જો સેલરીની વાત કરવી હોય તો શહેરમાં પોસ્ટિંગ આધારે પગાર આપવામાં આવશે. મોટા ભાગે બધાની સેલરી 32 થી 35 હજારની વચ્ચે જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.