બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:06 AM, 29 May 2024
આજે જેઠ કૃષ્ણ પક્ષની ઉદયા તિથિ ષષ્ઠી અને બુધવારનો દિવસ છે. ષષ્ઠી તિથિ આજે બપોરે 1.40 મિનિટ સુધી રહેશે. જેના બાદ સપ્તમી તિથિ લાગી જશે. આજે રાત્રે 11.35 મિનિટ સુધી ઈંદ્ર યોગ રહેશે. સાથે જ આજે સવારે 8.39 મિનિટ સુધી શ્રાવણ નક્ષત્ર રહેશે. તેના બાદ ઘનિષ્ઠા નક્ષત્ર લાગી જશે. તેના ઉપરાંત આજે 8.07 મિનિટથી પંચક પ્રારંભ થઈ જશે. એવામાં જાણે બુધવારના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.
ADVERTISEMENT
પરિવારની ખુશીઓ માટે
ADVERTISEMENT
જો તમારા પરિવારમાંથી ખુશીઓ જતી રહી છે તો તેને પાછી લાવવા માટે આજના દિવસે એક સફેદ ચંદનને ઘસીને તેની પેસ્ટ બનાવો અને તે ચંદનની પેસ્ટથી પરિવારના બધા લોકોના માથા પર તિલક કરો.
હેલ્થ માટે
જો તમે પોતાનું હેલ્થ સ્ટેટસ વધારે સારૂ બનાવવા માંગો છો અથવા તો તમને પેટ સાથે સંબંધિત કોઈ મુશ્કેલી થઈ રહી છે તો તેનાથી છુટકારો મેળવવા માટે આજના દિવસે તમને પોતાના ભારના બરાબર જવ કે ઘઉં તેલાવવા જોઈએ. હવે તેમાં થોડા જવ કે ઘઉં અલગ કાઢી લો અને તેને વહેતા જળમાં પ્રવાહિત કરવા જોઈએ. બાકી વધેલા જવ કે ઘઉંને કોઈ મંદિર કે ધર્મસ્થળ પર દાન કરી દો. તેના ઉપરાંત આજના દિવસે તમારા ઘરના રસોડામાં બેસીને ભોજન કરો.
પ્રમોશન માટે
જો તમે નોકરીમાં ઈચ્છા અનુસાર પ્રમોશન મેળવવા માંગો છો કે કોઈ સારી કંપનીમાં નોકરી કરવા માંગો છો તો આજના દિવસે બજારથી શિંઘોડાનો લોટ લઈને આવો અને ઘરે લાવીને તેની રોટલી બનાવો. જ્યારે રોટલી બની જાય તો તેના પર બે મૂળા મુકીને મંદિર કે કોઈ અન્ય ધર્મસ્થળ પર દાન કરો.
માનસિક શાંતિ માટે
જો તમે માનસિક રીતે પરેશાન છો કે કોઈ વાતને લઈને તમને ડિપ્રેશન છે તો આવી સ્થિતિથી બહાર નિકળવા માટે આજના દિવસે સ્નાન કર્યા બાદ સૌથી પહેલા પોતાના ઈષ્ટ દેવને પ્રણામ કરો. તેના બાદ ચંદનની સુગંધ વાળી એક અગરબત્તી પોતાના ઘરના મંદિરમાં સળગાવો અને થોડા સમય હાથ જોડીને ત્યાં ઉભા રહો.
આર્થિક સ્થિતિ મજબૂત કરવા
જો તમે પોતાની આર્થિક સ્થિતિને લઈને પરેશાન છો તો આ સમયસ્યાના સમાધાન માટે આજના દિવસે ઘરના બધા સદસ્યોને એક કાચુ નારિયેળ આપો અને 10 મિનિટ બાદ તેમની પાસેથી તે નારિયેળ પરત લઈ લો. હવે તે બધા નારિયેળને પોતાની આર્થિક સ્થિતિમાં સુધાર માટે પ્રાર્થના કરતા કોઈ વહેતા જળમાં પધરાવી દો.
દાંપત્ય જીવનમાં ખુશીઓ માટે
પોતાના દાંપત્ય જીવનમાં મધુરતા ભરવા માંગો છો તો તેના માટે આજના દિવસે સંભવ હોય તો ક્યાંકથી હાથીના પગના નીચેની માટી લાવીને ઘરમાં મુકો. પરંતુ આમ કરવું સંભવ નથી તો આજના દિવસે બજારથી માટી કે કોઈ ધાતુથી બનેલા હાથીની મૂર્તિ ખરીદે તેને પોતાને બેડરૂમમાં કોઈ ટેબલ પર કે શોકેસમાં મુકો.
બાળકોની પ્રગતિ માટે
જો તમે પોતાના બાળકોના કાર્યોની સફળતા સુનિશ્ચિત કરવા માંગો છો તો તેના માટે આજના દિવસે થોડી મસૂરની દાળલો અને સાથે જ એક રૂપિયાનો સિક્કો લો. હવે તે બન્નેને સફેદ રંગના કપડામાં બાંધી બાળકના હાથનો સ્પર્શ કરાવી તે પોટલીને કોઈ સફાઈ કર્મચારીને આપી દો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.