આજનાં સમયમાં સ્માર્ટ રોકાણ અને Financial Freedom દરેકનાં જીવનમાં આવશ્યક બની ગયું છે.આર્થિક સ્વાતંત્ર્ય એટલે કે એવા આર્થિક નિર્ણયો કે જે તમારી જવાબદારીઓને વગર કોઈ મુશ્કેલી પૂર્ણ કરી શકે અને તમારા પરિવારને સિક્યોરિટી પ્રદાન કરી શકે.
આર્થિક સ્વાતંત્ર્ય મેળવવા માટે રોકાણ કરવું જોઈએ
આવકનાં સ્થિર સ્ત્રોતને વિભાજિત કરવાથી મળી શકે નફો
સમજી-વિચારીને રોકાણ કરવાથી લાંબાગાળે નફો શક્ય
કોઈ દેશ આઝાદ થાય છે ત્યારે તેની સાથે-સાથે તે દેશની જનતા અને જનતાની વિચારસરણી પણ આઝાદ થાય છે. વાણી સ્વાતંત્ર્ય હોય કે અભિપ્રાય આપવાની સ્વતંત્રતા, નાગરિક હંમેશા પોતાની સુખાકારી અને વિકાસને આગળ વધારવા જ ઈચ્છે છે. ત્યારે આ 77માં આઝાદીનાં પર્વે આપણે 'આર્થિક આઝાદી' નાં મુદાને પણ ધ્યાનમાં લેઈને પોતાના અને પોતાના પરિવારને સુરક્ષિત કરવા પર વિચાર કરવો જોઈએ. પોતાની આવકનાં કેટલાક ચોક્કસ હિસ્સાને યોગ્ય જગ્યાએ રોકવાથી તમને લાંબાગાળે આર્થિક નફો થઈ શકે છે જેના લીધે તમારી અને તમારા પરિવારની જરૂરિયાત અને સુખાકારી સંતોષાઈ શકે છે.
પૈસાનું રોકાણ ક્યાં-ક્યાં કરવું જોઈએ?
ભારતમાં આજે ભિન્ન-ભિન્ન પ્રકારની રોકાણની અનેક તકો ઉપલબ્ધ છે. Low Riskથી લઈને High Risk સુધીનાં રોકાણનાં ઓપ્શન્સ તમારા માટે આવેલા છે. જેવા કે,
1. Insaurance Plans:
રોકાણનું આ માધ્યમ એવા લોકો માટે બેસ્ટ છે કે જેઓ માર્કેટમાં નવા છે અને સ્થિર આવકનું સ્ત્રોત ધરાવે છે. હેલ્થ ઈનશોરેન્સ સિવાય ULIP સૌથી સારું અને સુરક્ષિત પ્લાન માની શકાય છે.
ULIP એટલે કે Unit Linked Insaurance Plan. આ પ્લાન તમને ઈનશોરેન્સની સાથે સાથે રોકાણનાં પણ ફાયદા એકસાથે આપવા સક્ષમ છે. ULIP દ્વારા રોકાણકાર જીવનવીમાની સુવિધા તો ભોગવે જ છે પરંતુ ચોક્કસ મુદત બાદ જ્યારે તેમના પૈસા પાકી જાય છે ત્યારે તે નાણાં પણ પોતે લઈ અને વાપરી શકે છે. એટલે કે ડેથ ઈનશોરેન્સની સાથે સાથે રોકાણ બાદ પાકતાં પૈસાનો પણ ફાયદો આ પ્લાનમાં તમને મળે છે.
2. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ:
પોસ્ટ ઓફિસની અનેક નાની બચત યોજનાઓમાં તમારા પૈસા રોકવાથી તમને ચોક્કસ વર્ષો બાદ સિક્યોર્ડ નફો મળી શકે છે. તમે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ પર વિવિધ સ્કિમો વિશે જાણી શકશો.
National Savings Monthly Income Account: પોસ્ટ ઓફિસની આ સ્કિમ અંતર્ગત તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા જ્યારે વધુમાં વધુ 9 લાખનું રોકાણ સિંગલ એકાઉન્ટમાં કરી શકો છો. આ સ્કિમમાં તમને 7.4%નું વાર્ષિક વ્યાજ મળે છે. MIC અંતર્ગત જો તમે 9 લાખનું રોકાણ કર્યું છે તો 7.4%નાં વ્યાજનાં આધારે તમને વર્ષનાં અંતે 66600 રૂપિયાનો નફો થાય છે.
આ સિવાય પોસ્ટઓફિસની આ સ્કિમોમાં પણ રોકાણ સરળ અને ફાયદાકારક છે:
1.Sukanya Samriddhi Account(SSA)
2.Mahila Samman Savings Certificate
3.PM CARES for Children Scheme, 2021
4.National Savings Time Deposit Account(TD)
5.Public Provident Fund Account(PPF )
3. Mutual Funds:
મ્યૂચ્યુલ ફંડ્સ એ સૌથી ટ્રેંડિંગ અને પ્રખ્યાત રોકાણનું માધ્યમ છે. મ્યૂચ્યુલ ફંડ્સ દ્વારા તમે સ્ટોક માર્કેટમાં Indirectly રોકાણ કરી શકો છો. જેમાં એક્સપર્ટસ અને પ્રોફેશનલ્સ તમારી મદદ કરે છે. આ એક્સપર્ટસ્ તમારા નાણાને યોગ્ય ઈક્વિટી, બોન્ડસ કે અન્ય સિક્યોરિટીમાં માર્કેટનું રિસ્ક/પ્રોફીટ લેવલ ચેક કરીને રોકે છે. મ્યૂચુલ ફંડ્સ સ્કિમ 2 પ્રકારની હોય છે- Open Ended અને Closed Ended. ઓપન એન્ડેડ ફંડ સ્કિમની કોઈ મેચ્યોરિટી ડેટ હોતી નથી એટલે કે તમે ક્યારેક પણ પૈસા ખેંચી શકો છો અથવા રોકી શકો છો. જ્યારે ક્લોઝ્ડ એન્ડ ફંડ ચોક્કસ સમયગાળા માટે હોય છે અને ચોક્કસ મુદતે પૈસા પાકી જતાં સ્કિમનો અંત આવે છે.
4.NPS:
નેશનલ પેંશન સ્કિમ રિટાયરમેન્ટ માટે સૌથી સારી સ્કિમ્સમાંની એક માનવામાં આવે છે. આજથી 20-30 વર્ષો બાદ તમારે પૈસાની ચિંતા ન કરવી પડે અને તમે સારા એવા પૈસા ભેગા કરી શકો તે માટે આ સ્કિમ ઉપયોગી છે. NPSએ સરકાર દ્વારા પ્રાયોજિત પેંશન સ્કિમ છે. રોકાણકાર દૈનિક ધોરણે પૈસાનું રોકાણ કરી શકે છે. 80Cમાં જો તમે દોઢ વર્ષનું બેનિફેટ લો છો તો તેની ઉપર તમને 50000ની છૂટ મળે છે એટલે કે 2 લાખની બચત થાય છે. જો 60 વર્ષની ઉંમર સુધી તમે તેમાં રોકાણ કરો છો તો 60% કોર્પસ નિકાળી શકો છો અને બચેલા 40%ની આવક તમને દરમહિને પેંશનરૂપે મળતી રહેશે.