1. સ્ટૉક્સ અને ઇક્વિટી ફંડ્સથી પ્રોફિટ બુક કરોઃ
સ્ટૉક્સ અને ઇક્વિટી ઓરિયેંટેડ ફંડ્સ પર 1 લાખ રૂપિયાથી વધારેનાં લોંગ ટર્મ કેપિટલ ગેસ પર હવે ટેક્સ લાગે છે. જો આપે લોંગ ટર્મ કેપિટલ ગેસ થયો છે તો આપનાં માટે 1 લાખ રૂપિયા સુધી લોંગ ટર્મ કેપિટલ ગેસ પર ટેક્સની છુટનો ફાયદો ઉઠાવવાનો આ મોકો છે.
31 માર્ચથી પહેલાં આ હિસાબથી પ્રોફિટ બુક કરો કે ટેક્સની છુટછાટનો લાભ મળી જાય. આને માટે, આપને આ સપ્તાહે તેટલાં સ્ટૉક્સ અને ઇક્વિટી ફંડ્સ વેચી દેવાં જોઇએ જેનાં પર 1 લાખ રૂપિયા સુધીનો લાભ મળી જાય. પછી આ જ પૈસાને આગામી નાણાંકીય વર્ષમાં બીજી વાર ઇન્વેસ્ટ કરો.
જો કે, વેચવા અને ખરીદવાની પ્રક્રિયામાં આપે બ્રોકરેઝ હાઉસનાં 1 ટકા રકમ આપવી પડશે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સને આ રકમ નહીં આપવાની રહે કેમ કે એન્ટ્રી લોડ્સ નથી વસૂલવામાં આવતા અને ફંડ્સને એક વર્ષ બાદ વેચવા પર એન્ટ્રી લોડ લાગુ જ નથી થતાં.
2. અત્યાર સુધી નથી ભર્યુ ITR તો ભરી લોઃ
નાણાંકીય વર્ષ 2017-18ને માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યાનો ગાળો આ સપ્તાહે પૂર્ણ થઇ જશે. જો આપે પોતાનો ITR અત્યાર સુધી નથી ભર્યો તો જલ્દી કરો. ગયાં વર્ષનાં બજેટમાં સ્પષ્ટ એલાન કરવામાં આવ્યું હતું કે સમયગાળો ખતમ થઇ જવા પર આપે દંડ ભરવો પડશે.
ઇન્કમ ટેક્સ એક્ટનાં નવા સેક્શન 234F અંતર્ગત ડેડલાઇન બાદ ITR ફાઇલ કરવા પર 5,000 રૂપિયા ફાઇન ભરવાનો રહેશે. નાણાંકીય વર્ષ 2017-18 માટે 31 ઓગસ્ટ, 2018 સુધીનો જ ગાળો હતો. નિયમ અનુસાર, 31 ડિસેમ્બર, 2018 બાદ ITR ફાઇલ કરવા પર દંડની રકમ વધીને 10 હજાર રૂપિયા થઇ જશે.
3. ત્રણ વર્ષનાં FMPને લોક કરોઃ
મ્યુચ્યુઅલ ફંડ્સનાં ફિક્સ મચ્યોરિટી પ્લાંન્સ (FMPs) ક્લોઝ એન્ડેડ ડેટ સ્કીમ્સ હોય છે કે જેની મચ્યોરિટીની તારીખ નક્કી હોય છે. જેમ કે ડેટ ફંડ્સને મામલામાં હોય છે, ત્રણ વર્ષથી વધારાની મચ્યોરિટીવાળાં FMPsમાં રોકાણ પર મળેલ લાભને લોંગ ટર્મ કેપિટલ ગેસ માનવામાં આવે છે અને આનાં પર ઇન્ડેક્સેશન સાથે 20% ટેક્સ આપવાનો હોય છે. જો હોલ્ડિંગ પીરિયડ ત્રણ નાણાંકીય વર્ષથી વધારે હોય તો ઇન્ડેક્સેશન બેનિફિટ વધી જાય છે.
4. પૂર્ણ કરી લો ટેક્સ પ્લાનિંગઃ
કેટલાંક લોકો ચાલુ નાણાંકીય વર્ષ માટે ટેક્સ પ્લાનિંગ નહીં કરી હોય. જો આપ પણ તેમાંથી છો તો જલ્દી કરો. હવે આપની પાસે ઇન્વેસ્ટમેન્ટ ડીટેલ્સને ઉંડાઇથી પરખવા માટે પર્યાપ્ત સમય નથી.
જેથી આપ એવી ઇન્શ્યોરન્સ પોલિસી અથવા તો અન્ય જગ્યાઓ પર પૈસા ના લગાવો કે જ્યાં અનેક વર્ષો સુધી રોકાણની રકમ છોડવી પડે.