સ્ત્રી સશક્તિકરણ / નિર્મલા સીતારમણે સર્જ્યો ઇતિહાસ, નાણાંમંત્રાલય પદભાર સંભાળનાર બની બીજી મહિલા

Finance ministry given to woman for second time in history of india

બીજેપીનાં કદાવર નેતા તરીકે સ્થાન હાંસલ કરનાર નિર્મલા સીતારણ દેશની બીજી મહિલા નાણાંમંત્રી બની ગઇ છે. ગુરૂવારનાં રોજ શપથ લીધા બાદ શુક્રવારનાં રોજ તેઓને પ્રધાનમંત્રી મોદીએ આ વખતે નાણાંમંત્રાલયની કમાન સોંપી છે. આ પહેલા દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી 1970થી 1971 એક વર્ષ માટે દેશની નાણાંમંત્રી હતી. નિર્મલાને પહેલાની સરકારમાં રક્ષામંત્રી અને તેનાં પહેલા કંપનીઓનાં મામલાઓમાં મંત્રી બનાવ્યાં હતાં. વર્ષ 2008માં તેઓ ભાજપનાં ભાગ બન્યા અને ત્યારથી જ તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ