બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / finance ministry approves 8 point 5 percent return on pf deposits for fy21 know more

ફાયદાની વાત / નોકરીયાતને મોદી સરકારની દિવાળી ભેટ! 6 કરોડ લોકોના ખાતામાં સીધા ટ્રાન્સફર થશે પૈસા, આ રીતે કરો ચેક

Arohi

Last Updated: 12:38 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પહેલા કેન્દ્ર સરકારે નોકરીયાતોને દિવાળીની ભેટ આપી છે. નાણામંત્રાલયે 6 કરોડથી વધારે પીએફ ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરવાની મંજૂરી આપી છે.

  • દિવાળી પહેલા કર્મચારીઓને મળશે ભેટ 
  • 6 કરોડ લોકોના ખાતામાં ટ્રાન્સફર થશે પૈસા 
  • EPFO સબ્સક્રાઈબર્સના ખાતામાં જમા થશે પૈસા 

દિવાલી પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ (EPFO-Employees Provident Fund Organisation)ના 6 કરોડથી વધારે સબ્સક્રાઈબર્સ માટે ખુશખબર છે. નાણામંત્રાલયે 6.5 કરોડ ખાતાધારકોના એકાઉન્ટમાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. EPFO નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ EPF સબ્સક્રાઈબર્સના એકાઉન્ટમાં મોકલશે. 

નાણામંત્રાલયે તેને મંજૂરી આપી દીધી છે. ગયા નાણાકીય વર્ષ 2019-20માં KYC (Know Your Customer)માં થયેલી મોટી ગડબડીથી વ્યાજ મળવામાં ઘણા સબ્સક્રાઈબર્સને 8થી 10 મહિનાની લાંબી રાહ જોવી પડી હતી. દેશમાં 6.5 કરોડ લોકો PFના દાયરામાં આવે છે. 

હવે શું થશે? 
શ્રમ સચિવ સુનીલ વર્થવાલે જણાવ્યું કે નાણામંત્રાલય પાસેથી મંજૂરી ગુરૂવારે સાંજે એટલે કે 28 ઓક્ટોબરે મળી છે. હવે આવતા એક અઠવાડિયામાં તનું નોટિફિકેશન જાહેર થઈ જશે. 

તમને જણાવી દઈએ કે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ (EPFO)માં રજીસ્ટર્ડ કંપનીઓને કર્મચારીઓના વેતનમાંથી 12 ટકા ભાગ PFમાં જમા કરાવવાનો હોય છે. 

આટલો જ ભાગ કંપનીની તરફથી પણ આ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. કંપની પોતાની સેલેરીમાંથી PF ડિડક્શન કરે છે. કંપનીની આ જવાબદારી છે કે તે તમને PFના પૈસા EPFOમાં સમય રહેતા જમા કરાવે. 

ઘરે બેસીને ચેક કરો તમારો ખાતુ 
EPFO સબ્સક્રાઈબર્સ EPF બેલેન્સ જાણવા માટે EPFOની પાસે રજીસ્ટર્ડ પોતાના મોબાઈલ નંબરથી SMS મોકલી શકે છે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી EPFOHO UAN લખીને 7738299899 પર SMS કરવાનો રહેશે. 

હિન્દીમાં જાણકારી માટે EPFOHO UAN HIN લખીને મેસેજ કરવાનો રહેશે. તે ઉપરાંત, EPFOની પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરીને પણ EPF બેલેન્સ માંગી શકાય છે. 

 

  • સૌથી પહેલા EPFOની વેબસાઈટ epfindia.gov.in  પર જાઓ
  • Services સેક્શન પર જઈને For Employees પર ક્લિક કરો 
  • ત્યાર બાદ Services માં Member Passbook પર ક્લિક કરો 
  • UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા ભરીને લોગ ઈન કરો. નવા પેજ પર તમારા મેમ્બર IDની પસંદગી કરો. 
  • View Passbook પર ક્લિક કરો. ત્યાર બાદ અહીં તમારે EPF ખાતામાં બેલેન્સ સાથે જોડાયેલી ડિટેલ્સ મળી જશે અને વ્યાજ પણ જોઈ શકાશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ