આત્મનિર્ભર ભારત / નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, મનરેગા માટે ફાળવ્યું વધુ 40 હજાર કરોડ રૂપિયાનું બજેટ

finance minister nirmala sitharaman speech ecinomic package

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આજે મનરેગા માટે વધુ 40 હજાર કરોડ રૂપિયાના પેકેજની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે મનરેગા માટે કુલ 61 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. દેશના 20 કરોડ જન ધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને માટે 500 - 500 રૂપિયા આપવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજનાના આધારે 6.81 કરોડ રસોઈ ગેસ ધારકોને સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવ્યો છે. 2.20 કરોડ નિર્માણ મજૂરોને તેમના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ