બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / બજેટ પહેલા મોદી સરકારે રજૂ કર્યા લેખાં જોખાં, આર્થિક સર્વેમાં આ 10 કામ પર સૌથી વધુ જોર
Last Updated: 04:57 PM, 22 July 2024
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલા આજે લોકસભામાં પ્રી-બજેટ દસ્તાવેજ એટલે કે આર્થિક સર્વે 2023-24 રજૂ કર્યો છે. આ પછી બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો.
ADVERTISEMENT
આ પહેલા સંસદમાં પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આવતીકાલે અમે જે બજેટ રજૂ કરીશું તે આગામી પાંચ વર્ષ માટે ટોન અને દિશા નક્કી કરશે. આ બજેટ અમૃતકાળની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ બજેટ 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા વિઝનને હાંસલ કરવા તરફ અમને પ્રોત્સાહિત કરશે.
શું છે આર્થિક સમીક્ષા સર્વે ?
ADVERTISEMENT
આર્થિક સમીક્ષા સર્વે સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ રજુ કરવામાં આવે તે પહેલા રજુ કરવામાં આવનાર વાર્ષિક દસ્તાવેજ છે.. જેમાં અર્થ વ્યવસ્થાની સ્થિતિની નિષ્પક્ષ સમીક્ષા હોય છે.
સર્વેની ધ્યાન ખેંચે તેવી બાબતો
-સર્વિસ સેક્ટરમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી રહી છે.. અને હવે કન્સ્ટ્રક્ટર સેક્ટરમાં પણ તેજી આવી છે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન આપવાને કારણે આ શક્ય બન્યું છે
-દેવામાં ફસાઇ જવાને કારણે ગત દાયકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની રોજગારીમાં સુસ્તી રહી હતી પરંતુ 2021-22માં સુધારાની શરૂઆત થઇ
-2022 સ્ટેટ ઓફ ઇન્કવાલિટી અનુસાર દેશમાં 1 ટકા ટોપ અમીરો પાસે કુલ આવકનો 6 થી 7 ટકા હિસ્સો છે. જ્યારે ટોપ 10 ટકા લોકો પાસે કુલ આવકનો એક તૃતિયાંશ ભાગ જેટલો હિસ્સો છે.
-વૈશ્વિક પડકારો છતા ભારતની અર્થ વ્યવસ્થા મજબૂત બની છે , સતત ત્રીજે વર્ષે ઇકોનોમી સાત ટકાથી વધુના દરે વધી છે
સ્થાયી માંગ અને રોકાણની માંગ માં સુધારાને કારણે દેશની ઇકોનોમી ઝડપથી વૃદ્ધિ કરી રહી છે.
-નેટ ટેક્સમાં 19.1 ટકાની વૃદ્ધિ થઇ છે. કેન્દ્ર અને રાજ્ય સ્તર પર ટે્કસમાં મજબુત વૃદ્ધિ અને સબ્સીડિને વ્યવહારિક બનાવવામાં આવતા નેટ ટેક્સમાં વૃદ્ધિ થઇ છે
-આર્થિક સર્વેક્ષણ 2024 ના અહેવાલ મુજબ, ભારતીય અર્થતંત્રને વધતી જતી કર્મચારીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 2030 સુધીમાં બિન-કૃષિ ક્ષેત્રમાં વાર્ષિક સરેરાશ 78.5 લાખ નોકરીઓનું સર્જન કરવાની જરૂર છે.
-આર્થિક સર્વેમાં કૃષિ પર ફોકસ વધારવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છેજાહેર-ખાનગી ભાગીદારી પર સરકારનો ભાર વધશે. આ વર્ષે NHAI માટે વેચાણ માટે 33 સંપત્તિની ઓળખ કરવામાં આવી છે. તે એમ પણ કહે છે કે ખાનગી ક્ષેત્રનો નફો વધ્યો છે, પરંતુ રોજગારીની તકો તે પ્રમાણે વધી નથી.
-આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે વ્યાપારી બેંકો અને વીમા કંપનીઓએ મહત્તમ બજાર પહોંચ હાંસલ કરવાના તેમના ઉદ્દેશ્ય સાથે દેશમાં નાણાકીય વિચારસરણીના માનસિક સ્તરને ધ્યાનમાં રાખવું પડશે. ભારતનું નાણાકીય ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, તેથી તેને વૈશ્વિક અને સ્થાનિક બંને રીતે સંભવિત જોખમો માટે તૈયાર રહેવાની જરૂર છે.
-સમીક્ષામાં કહેવામાં આવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં સારી વૃદ્ધિ બાદ ખાનગી મૂડી સર્જન થોડુક વધારે સતર્ક થઇ શકે છે, કારણ કે અતિરિક્ત ક્ષમતા ધરાવતા દેશો પાસેથી સસ્તા આયાતની આશંકા છે.
-આધુનિક અર્થ વ્યવસ્થામાં વૃદ્ધિની સંભાવનાઓ વધતા માલ અને સેવાની નિકાસમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે
-સમીક્ષામાં કહેવાયું કે ભારતીય મોસમ વિભાગ દ્વારા સામાન્ય વર્ષાનું પૂર્વાનુમાન તથા દક્ષિણ-પશ્ચિમ મોનસૂનનો અત્યાર સુધીનો સંતોષજનક વરસાદ કૃષિ ક્ષેત્રના પ્રદર્શનમાં સુધાર લાવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.