બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / નાણામંત્રી નિર્મલા સીતારમણ આ તારીખે રજૂ કરશે પૂર્ણ બજેટ! નોકરિયાત વર્ગને મળશે રાહત?

બજેટ / નાણામંત્રી નિર્મલા સીતારમણ આ તારીખે રજૂ કરશે પૂર્ણ બજેટ! નોકરિયાત વર્ગને મળશે રાહત?

Last Updated: 12:32 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget 2025: સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ પૂર્ણ બજેટ રજૂ કરશે. સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદની શપથ લીધા બાદથી પીએમ મોદી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં 1 ફેબ્રુઆરી 2024એ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ હવે નવી સરકારની તરફથી પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે સરકારની તરફથી 1 જુલાઈ 2024એ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.

nirmala-3

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ પૂર્ણ બજેટ રજૂ કરશે. સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદની શપથ લીધા બાદથી પીએમ મોદી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે.

24 જૂનથી 3 જુલાઈની વચ્ચે સંસદનું ખાસ સત્ર

મોદી સરકારની તરફથી પહેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ ટૂંક સમયમાં જ દેશની જનતા માટે ખજાનો ખુલવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 24 જૂનથી 3 જુલાઈની વચ્ચે સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવી શકે છે.

nirmala--3

સાથે જ 1 જુલાઈએ મોદી 3.0 સરકારનું પહેલું બજેટ રજૂ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 26 જૂને 18મી લોકસભા માટે લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ 27 જૂને સદનને સંબોધિત કરી શકે છે.

વધુ વાંચો: આ સરકારી ઓઈલ કંપનીનો શેર બનશે રોકેટ! એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

8.2 ટકા મજબૂત જીડીપી ગ્રોથ મેળવ્યો

મોદી 3.0 સરકારમાં નિર્મલા સીતારમણને એક વખત ફરીથી નાણાકીય અને કોર્પોરેટ મામલામાં મહત્વના ખાતા આપવામાં આવ્યા છે. આ જવાબદારી તેમને દેશની ઈકોનોમિક પોલિસી અને કોર્પોરેટ ગર્વનન્સના સારા મેનેજમેન્ટની આશા રાખતા સોંપનામાં આવી છે. તેમાં ઈન્ડિયન ઈકોનોમીએ 2023-24માં 8.2 ટકાનો મજબૂત જીડીપી ગ્રોથ મેળવ્યો છે. આ દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી છે અને મોંઘવારી દર 5 ટકાથી નીચે આવી ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nirmala Sitharaman Finance Minister Budget 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ