નિર્મલા સીતારમણે કહ્યું કે આ પ્રેસ-કોન્ફેરેન્સ દરવર્ષની જેમ બજેટ બાદ થતાં પોસ્ટ બજેટ સંવાદનો ભાગ છે. અહીંથી મળનારાં વિચારોને ફાઈનાન્સ બિલમાં જોડી શકાય છે.
નિર્મલા સીતારમણે કરી પ્રેસ કોન્ફેરેન્સ
પ્રેસ કોન્ફેરેન્સ પોસ્ટ બજેટ સંવાદનો ભાગ બનશે
નાણામંત્રીએ અનેક મહત્વનાં મુદાઓ પર કરી ચર્ચા
બજેટ બાદ ઊઠી રહેલા પ્રશ્નોનાં જવાબ આપવાનાં પ્રયાસો આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યાં હતાં. એક પ્રેસ કોન્ફેરેન્સમાં નાણામંત્રીએ બજેટ બાદની શંકાઓ અને પ્રશ્નોનાં જવાબો આપ્યાં છે.
ઈંશ્યોરેન્સ પોલિસીનાં પ્રીમિયમ ટેક્સ પર વાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈંશ્યોરન્સ સેક્ટર પર કરવામાં આવેલા નિર્ણય વિશે માહિતી આપતાં કહ્યું કે ઈંશ્યોરન્સ કવર અંતર્ગત વધુમાં વધુ લોકોને લાવવાનાં સરકારનાં પ્રયાસો છે. સાથે જ સરકારને આ પોલિસીનો મુળ ઉદેશ્ય પણ પૂરો થાય તે પણ જોવાનું છે ન માત્ર ટેક્સ બચાવવા માટે લોકો ઈંશ્યોરેન્સ ખરીદે.
લોકો આ માધ્યમનો ખોટો ઉપયોગ કરે છે- નાણામંત્રી
નાણા મંત્રાલયનાં અધિકારીએ જાણકારી આપી કે છેલ્લા કેટલાક સમયથી એ વાત સ્પષ્ટ થઈ છે કે લોકો ટેક્સ બચાવવા માટે ઈંશ્યોરેન્સ પોલિસી લેવાનો રસ્તો અપનાવે છે અને આ માધ્યમનો ખોટો ઉપયોગ કરે છે. જેને રોકવા માટે 5 લાખથી વધુ પર ટેક્સ લગાવવાની વાત કરવામાં આવી છે.
2 ટેક્સ સિસ્ટમ પર નાણામંત્રીએ કરી સ્પષ્ટતા
નાણામંત્રીએ કહ્યું કે 2 ટેક્સ સિસ્ટમની મદદથી સરકાર લોકોને વધુને વધુ વિકલ્પો આપી રહી છે. લોકોને ટેક્સ બચાવવું છે તો તે જૂની ટેક્સ સિસ્ટમ છોડી શકે છે અને નવી ટેક્સ સિસ્ટમમાં આવી શકે છે. સરકારે તેમને વધુ વિસ્તૃત ઓપશ્ન આપ્યાં છે અને લોકોની પાસે ચોઈસ છે કે તે કઈ ટેક્સ રિઝીમમાં રહીને વધુમાં વધુ બેનિફિટ મેળવી શકે છે.
Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman will hold a Post-Budget Press Conference in Mumbai TODAY.
વિદેશી નાણાકિય સંબંધો પર કરી વાત
એક વિદેશી પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં નાણામંત્રીએ કહ્યું કે ભારત જ્યાં વૈશ્વિક સંસ્થાઓથી ફંડિગ મેળવી રહ્યું છે ત્યાં દુનિયાભરમાં પોતાની આર્થિક નીતિઓની મદદથી જરૂરિયાતમંદ વિસ્તારો કે દેશોમાં પોતાની મદદ પણ પહોંચાડી જ રહ્યું છે. એ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ કે દેશોની વચ્ચે વ્યાપાર, આર્થિક અને આર્થિક-સંબંધો પર ભારતને અલગ-અલગ પ્રકારે મામલાને સંભાળવું પડે છે.
દેશની આર્થિક સ્થિતિ પર કોઈ ખતરો નથી- નાણામંત્રી
નાણામંત્રીએ કહ્યું કે દેશનાં મેક્રો-ઈકોનોમિક આંકડાઓ પર ખતરો નથી અને એવું આપણે એટલા માટે કહી શકીએ છીએ કારણકે છેલ્લાં 2 દિવસોમાં દેશમાં 8 અરબ ડોલર વિદેશી રોકાણ આવ્યું છે. આપણે સૌ જાણીએ જ છીએ કે FPIનું આવવું કે જવું એ સામાન્ય પ્રક્રિયા છે, તેના આધાર પર દેશની આર્થિક સ્થિતિને લઈને કોઈપણ પૂર્વગ્રહ બાંધવા યોગ્ય નથી.